મહારાષ્ટ્ર

સરકારે ‘લાડલા’ અધિકારી પસંદ કર્યા, જ્યેષ્ઠતાની અવગણના કરી: સપકાળ

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે બુધવારે એવો આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારે જ્યેષ્ઠતા અને યોગ્યતાના માપદંડને અવગણીને તેમના ‘લાડલા’ (પ્રિય) અધિકારીને મુંબઈ પોલીસ કમિશનર તરીકે પસંદ કર્યા છે.

સપકાળ 1994 બેચના આઈપીએસ અધિકારી દેવેન ભારતીની નિમણૂક પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જે વર્તમાન વિવેક ફણસલકરની નિવૃત્તિ પછી મુંબઈના ઉચ્ચ પોલીસ અધિકારી તરીકેનો કાર્યભાર સંભાળશે.

‘પોલીસ કમિશનરની નિમણૂક કરતી વખતે, તેમની વરિષ્ઠતા અને પોલીસ દળમાં યોગદાનનો વિચાર કરવો જરૂરી છે. જોકે, સરકારે છઠ્ઠા-સાતમા સ્થાને (વરિષ્ઠતાના ક્રમમાં) પોલીસ અધિકારીની પસંદગી કરી હતી.

‘અમે લાડલા ‘ઠેકેદાર’, ‘લાડલા’ પ્રધાન વિશે સાંભળ્યું હતું, પરંતુ હવે આપણે ‘લાડલા’ અધિકારી જોઈ રહ્યા છીએ,’ એમ તેમણે છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું.

1994 બેચના આઈપીએસ (ભારતીય પોલીસ સેવા) અધિકારી દેવેન ભારતી હાલમાં મુંબઈ પોલીસના સ્પેશિયલ કમિશનર છે.
તે પહેલાં તેમણે મહાનગરમાં 50,000 પોલીસ દળમાં વિવિધ હોદ્દાઓ પર સેવા આપી હતી જેમાં સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) વધારાના પોલીસ કમિશનર (ગુના) અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ગુના)નો સમાવેશ થાય છે.

તેમની લાંબી કારકિર્દીમાં તેમણે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)નું પણ નેતૃત્વ કર્યું છે, ઉપરાંત રાજ્ય પોલીસ મુખ્યાલયમાં પોલીસ મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) તરીકે સેવા આપી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button