મહારાષ્ટ્રમાં જીબીએસના વધુ બે કેસ નોંધાયાઃ કેસની સંખ્યા 205 થઈ

પુણે: મહારાષ્ટ્રમાં ગુલેન-બેરે સિન્ડ્રોમ (જીબીએસ) ના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા ૨૦૫ પર પહોંચી ગઈ છે, એમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા ૧૭૭ છે, જેમાંથી ૨૦ દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે અને મૃત્યુઆંક આઠ પર યથાવત રહ્યો છે.
રાજ્યમાં મોટા ભાગના કેસ પુણેથી વધારે નોંધાયા છે. આ અગાઉ મુંબઈની એક હોસ્પિટલમાં ૫૩ વર્ષીય વ્યક્તિનું જીબીએસથી મૃત્યુ થયું હતું, જે શહેરમાં ચેતા વિકારને કારણે થયેલું પ્રથમ મૃત્યુ છે, એમ અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું.
આ પણ વાંચો: પુણેમાં જીબીએસના શંકાસ્પદ મૃત્યુનો આંક છ થયો
પુણેમાં જીબીએસના સંક્રમણ વધ્યા પછી છ દર્દીના આ રોગથી મોત થયાં હતા, ત્યાર બાદ મુંબઈમાં 64 વર્ષની મહિલા જીબીએસનો શિકાર બન્યા હતા. એ મહિલા અંધેરી પૂર્વની રહેવાસી હતી. શરુઆતમાં તેને તાવ આવ્યા પછી શરીરે લકવો થયા પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જીબીએસના ગંભીર કેસમાં દર્દીને પેરેલિસિસનો અનુભવ થાય છે. જોકે, આ બીમારીનું પ્રમાણ યુવાનો અને પુરુષોમાં વધારે રહે છે, જ્યારે હવે અન્ય લોકોમાં પણ સંક્રમણ જોવા મળે છે.