Pune porsche accident: આરોપી શાળામાં પણ વિદ્યાર્થીઓને બુલી કરતો, દાદાનું છે છોટા રાજન કનેક્શન
પુણે: ગત 19મી મેની રાત્રે પુણેમાં એક 17 વર્ષીય સગીરે દારૂના નશામાં પોર્શ કાર ચલાવી ગમખ્વાર અકસ્માત (Pune Porche accident) સર્જ્યો હતો. પોર્શ કારે ટક્કર મારતા મોટરસાઇકલ પર સવાર બે 24 વર્ષીય યુવાન એન્જિનિયરો માર્યા ગયા હતા. અકસ્માત સર્જનારા સગીરના પિતા શહેરના મોટા બિલ્ડર હોવાને કારણે તેની સામે યોગ્ય કાર્યવાહી નહીં થઇ હોવાના આરોપ છે, એવામાં સગીર સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને હેરાન કરાતો હોવાના આરોપ લાગ્યા છે. આ ઉપરાંત સગીરના દાદાનું અન્ડરવર્લ્ડ સાથે કનેક્શન પણ જાણવા મળ્યું છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાન સભ્ય અને પૂર્વ પ્રધાન પ્રાજક્ત તાનપુરેની પત્ની સોનાલી તાનપુરે(Sunali Tanpure)એ આરોપ લગાવ્યો છે કે પોર્શ ડ્રાઇવ કરનારો સગીર સ્કૂલમાં તેના સહાધ્યાયીઓ સાથે પણ દાદાગીરી કરતો. સોનાલી તાનપુરેએ આરોપ લગાવ્યો કે તેનો પુત્ર અને આરોપી સગીર સાથે એક જ શાળામાં અને એક જ વર્ગમાં એક જ ભણતા હતા, મારા દીકરાને અન્ય સહપાઠીઓ દ્વારા હેરાગતી કરવામાં આવતી હતી.
સોનાલી તાનપુરેએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “કલ્યાણી નગરમાં થયેલા કાર અકસ્માત પછી, મને ફરી એકવાર તે બધી વાતો યાદ આવી ગઈ છે…આ અકસ્માતમાં સંડોવાયેલો છોકરો એ જ વર્ગમાં હતો જેમાં મારું બાળક હતું. કેટલાક સહાધ્યાયીઓ દ્વારા દાદાગીરીનો સામનો કરવો પડ્યો હતો અને મેં તેમના માતાપિતાને ફરિયાદ પણ કરી હતી.”
તેમણે કહ્યું કે તેને આ ફરિયાદોનો કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો અને તેથી તેના બાળકની શાળા બદલવી પડી હતી. તેનો દીકરો બાળક આજે પણ ભૂતકાળને યાદ કરીને ડરી જાય છે. સોનાલીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “જો ખરાબ વર્તન કરતા બાળકો પર સમયસર ધ્યાન આપવામાં આવ્યું હોત તો કદાચ આટલો ભયંકર અપરાધ ન થયો હોત.”
બીજી તરફ આરોપી સગીરના દાદા અંગે પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક અહેવાલ મુજબ કન્સ્ટ્રકશન બિઝનેસ શરૂ કરનાર તેના દાદાનું કથિત રીતે અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે. વર્ષ 2009માં શિવસેનાના કોર્પોરેટર અજય ભોસલેની હત્યા માટે છોટા રાજનની ગેંગના ગુંડાઓને સોપારી આપવા બદલ તેમની સામે CBIએ કેસ નોંધ્યો હતો.
CBIએ સગીરના દાદા સામે ચાર્જશીટ દાખલ કરી છે, તેમણે કથિત રીતે ભોસલેની હત્યાને અંજામ આપવા માટે છોટા રાજન સાથે ડીલ કરી હતી.
સગીર આરોપીની ઓળખ જાહેર ન થાય એ માટે તેના દાદાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તેણે પહેલા તેના ભાઈ સાથે મધ્યસ્થી કરવા માટે ગેંગસ્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેની સાથે તેમને મિલકતોના વિભાજન અંગે વિવાદ ચાલતો હતો. રાજને, બદલામાં, ભોસલેનો સંપર્ક કર્યો કે જેઓ તેમના ભાઈની નજીક હતા.
આરોપી સગીરના દાદાને પણ શંકા હતી કે ભોસલે તેના ભાઈની તરફેણમાં છે તેથી તેણે ગેંગસ્ટરને ભોસલેને ખતમ કરવા કહ્યું. એક હિટમેને ભોસલેની કાર પર ગોળીબાર કર્યો હતો પરંતુ ગોળી તેના ડ્રાઇવરને વાગી હતી, જેના કારણે તે ઘાયલ થયો હતો.
બંડ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં બિલ્ડરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ, સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેણે ભોસલેની હત્યાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો અને મામલો બિલ્ડર સુધી પહોંચ્યો હતો.