આમચી મુંબઈમહારાષ્ટ્ર

ધાર્મિક સ્થળોની કાયાપલટ કરવાનો સરકારનો નિર્ણય, 280 કરોડના ભંડોળની ફાળવણી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા લેવામાં આવેલી બેઠકમાં મહાલક્ષ્મી મંદિર અને મુંબાદેવી મંદિર માટે ખાસ ભંડોળ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબાદેવી અને મહાલક્ષ્મી મંદિર માટે 280 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો.

મુંબાદેવી મંદિરના ર્જીણોદ્ધાર માટે 220 કરોડ રૂપિયા, જગન્નાથ શંકરશેઠ સ્મારક માટે 35 કરોડ રૂપિયા અને ભાગોજી શેઠ કીર સ્મારક માટે પણ 20 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લેવાયો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ લેવાયેલી કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રના મુંબાદેવી મંદિર, મહાલક્ષ્મી મંદિર, જગન્નાથ શંકરશેઠ સ્મારક, હાજી અલી દરગાહ માટે પણ ભંડોળ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


ભક્તો મુંબાદેવી, મહાલક્ષ્મી અને હાજી અલી જેવા પ્રાચીન ધાર્મિક સ્થળોની મુલાકાત લે ત્યારે તેમની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે એ માટે ભંડોળ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ તમામ ધાર્મિક સ્થળોના ર્જીણોદ્ધાર કરતા વખતે પ્રાચીન સ્થાપત્યશૈલીનો ઉપયોગ કરવાની સૂચના મુખ્ય પ્રધાને આપી હોવાનું જાણવા મળ્યું હતું


સહ્યાદ્રી અતિથિગૃહમાં યોજાયેલી બેઠકમાં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકર સહિતના નેતાઓ અને સાંસદો હાજર રહ્યા હતા. મુંબઈ મહાપાલિકાના કશિનર આઇ. એસ. ચહલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button