ખેડૂતો માટે ગૂડ ન્યૂઝઃ નમો શેતકરી મહા સન્માન નિધિ યોજનાના છઠ્ઠા હપ્તાને મંજૂરી

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે 2023-24ના બજેટમાં નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર વતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ગ્રાન્ટમાં ઉમેરો કરવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 5 હપ્તા જમા થયા છે.
રાજ્ય સરકારે હવે ડિસેમ્બર 2024થી માર્ચ 2025 દરમિયાન આ યોજનાના પાત્ર ખેડૂતોને છઠ્ઠા હપ્તાની રકમના વિતરણ માટે 1 હજાર 642 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રના કૃષિ વિભાગ દ્વારા આ અંગેનો સરકારી આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ખેડૂતોને ડ્રોનની ખરીદી માટે મળશે સબસિડી, શું થશે ફાયદો?
નમો કિસાન મહા સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. કૃષિ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા 1642.18 કરોડ રૂપિયા અને વિભાગ પાસે પહેલેથી જ રહેલા 653.50 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે.
સરકારના નિર્ણય અનુસાર નમો કિસાન મહા સન્માન નિધિના છઠ્ઠા હપ્તાને ડિસેમ્બર 2024 થી માર્ચ 2025 સુધીના સમયગાળા માટે અને અગાઉના હપ્તાના બાકી લાભાર્થીઓને રકમ ચૂકવવા માટે 1642 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: એન્જિનિયરિંગ અને ટેકનોલોજીને ઝાંખા પાડી દે તેવો દેહાતી ખેડૂતોનો આ નુસ્ખો જૂઓ વીડિયોમાં
પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ઓક્ટોબર 2024 સુધીમાં રાજ્યના 91.45 લાખ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં 9055.83 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે.
પીએમ કિસાન સન્માન યોજના ઓક્ટોબર 2024માં શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યના 117.55 લાખ ખેડૂતોના બેંક ખાતામાં કુલ 33,468.54 કરોડ રૂપિયા જમા થયા છે.
દરમિયાન મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે નમો કિસાન મહાસંમન નિધિ યોજનાની રકમમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ સરકારે આ વાયદો કર્યો હતો.