ગોવાના મોપા એરપોર્ટ પરથી 28 iPhone અને લગભગ 4 કરોડ રુપિયાનું સોનું જપ્ત
પણજી: ગોવાના એરપોર્ટ પર સોનાની તસ્કરી પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોવાના મોપા એરપોર્ટ પર 28 iPhone અને લગભગ 4 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ડીઆરઆઇ ગોવા વિભાગ દ્વારા ગોવાના મોપામાં આવેલ મનોહર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તસ્કરી કરનારા ગુનેગારો પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. આ મુસાફરોની બેગમાં iPhone અને સોનું મળી આવ્યું હતું.
મનોહર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડીઆરઆઇ ગોવા વિભાગના અધિકારીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત ત્રણ મુસાફરો પાસેથી 3 કરોડ 92 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
અબુધાબીથી ગોવાના મનોહર આંતરારાષ્ટ્રીય એરપોર્ટ પર આવેલ એક ફ્લાઇટના ત્રણ મુસાફરોની બેગ ચેક કરતાં આ બેગ્સમાંથી એક પેકેટમાં iPhone મળી આવ્યા હતાં. જ્યારે સોનાની પેસ્ટ એક મુસાફરના કમર પાસે છુપાવવામાં આવી હતી.
આ ત્રણે મિસાફરોની 7 કિલો સોનાની પેસ્ટ અને iPhone ની તસ્કરી અંગે ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનેગારો મુંબઇ અને દુબઇ દરમીયાન થઇ રહેલ તસ્કરી રેકેટનો ભાગ હોવાનું અધિકારીઓનું માનવું છે.
ડીઆરઆઇને ગોવા એરપોર્ટ પર તસ્કરી થવાની છે એવી જાણકારી સૂત્રોમાંથી મળી હતી. ત્યાર બાદ આ જાણકારીને ગુપ્ત રાખી ડીઆરઆઇ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા અબુધાબીથી ગોવા પ્રવાસ કરી રહેલા બે આરોપીઓ ઝડપાયા હતાં.
અત્રે ઉલેલખનીય છે કે અગાઉ નાગપૂર એરપોર્ટ પર આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યાં પણ સોનાની તસ્કરીનો ભાંડો ફૂટ્યો હતો. કસ્ટમ વિભાગે નાગપૂર એરપોર્ટ પરથી બે મુસાફરોની ધરપકડ કરી હતી. જેમની પાસેથી 87 લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.