મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં GBS બીમારીનું વધ્યું જોખમ, જાણી લો લક્ષણો અને સારવારની વિગતો?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગુલિયન-બેરે સિન્ડ્રોમ (GBS)ના કેસમાં વધારો થઈ રહ્યો છે. પુણેમાં ઘણા કેસ નોંધાયા પછી સોલાપુરમાં કથિત આ બીમારીને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ૨૬ જાન્યુઆરી સુધી જીબીએસને કારણે ૧૦૧ સક્રિય દર્દીઓ હતા. જેમાં પુણે, પિંપરી ચિંચવડ અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. જીબીએસના કારણે દર્દીને સમયસર સારવાર ન મળે તો સ્થિતિ ગંભીર બની શકે છે. ચાલો ડૉક્ટર પાસેથી જાણીએ નવી બીમારીના લક્ષણો સારવારની વિગતો.

જાણીતા ન્યૂરો સર્જનના જણાવ્યા મુજબ ‘ગુલિયન-બેરે સિન્ડ્રોમ (GBS) અચાનક થતો રોગ છે, જેમાં નસોમાં સોજો આવવા લાગે છે. આપણા શરીરમાં માઈલિન શીટ નામનું એક પ્રોટેક્શન લેયર હોય છે જે જ્ઞાનતંતુઓની યોગ્ય કામગીરી માટે જરૂરી છે. આ સિન્ડ્રોમને કારણે ડિમાઈલિન થાય છે. તેનો અર્થ એ છે કે આપણી પોતાની રોગપ્રતિકારક શક્તિ જ નસોના પ્રોટેક્શન લેયર પર હુમલો કરવાનું શરૂ કરે છે. રોગપ્રતિકારક શક્તિ કે જે આપણને રોગો અને બીમારીઓથી બચાવવાનું કામ કરે છે તે આપણી માઈલીંગ શીટ્સ પર હુમલો કરે છે. ઘણી નસો આનાથી પ્રભાવિત થાય છે. તેથી જ તેને AIDP પણ કહેવામાં આવે છે.

Also read: એજ્યુકેશન ફર્સ્ટઃ નક્સલગ્રસ્ત ગામમાં બીજે વર્ષે પરીક્ષાના પેપર્સ હેલિકોપ્ટરથી પહોંચાડ્યા

જીબીએસના લક્ષણો ક્યા છે?
ગુલિયન-બેરે સિન્ડ્રોમના લક્ષણો વિશે વાત કરીએ તો પગમાં નબળાઈથી શરૂઆત થાય છે, જે શરીરમાં ઉપર તરફ વધે છે. તે શરદી, ઉધરસ, ઝાડા જેવા કોઈપણ વાઈરલ ચેપને કારણે થઈ શકે છે, કોઈ પણ શસ્ત્રક્રિયા અથવા રસી આ સિન્ડ્રોમનું કારણ બની શકે છે. તેના લક્ષણો ઝડપથી ફેલાય છે. જો કે, સારી વાત એ છે કે મોટા ભાગના કેસોમાં એક અઠવાડિયાની અંદર સ્થિતિ કાબુમાં આવી જાય છે. પરંતુ ૨૦ ટકા કેસમાં સમસ્યાઓ વધે છે. દર્દીને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડે છે અથવા હૃદય પર અસર થાય છે. તેથી, જો તમને હળવા લક્ષણો જણાય તો તરત જ તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

જીબીએસની કઈ રીતે થાય છે સારવાર?
આ આપણી રોગપ્રતિકારક શક્તિને લગતો રોગ હોવાથી બે પ્રકારની સારવાર અસરકારક સાબિત થાય છે. પ્લાઝ્મા ફેરેસિસ, જેમાં એન્ટિબોડીઝ જે આપણા પર હુમલો કરે છે તેને શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. બીજો એક IVIG છે. આ સિન્ડ્રોમને કારણે પાંચ ટકા લોકોના મૃત્યુનું જોખમ હોય છે.
લક્ષણો

  • સ્નાયુઓમાં નબળાઇ
  • ચાલવામાં સમસ્યા
  • હાથ અને પગ હલાવવામાં મુશ્કેલી
  • કરોડરજ્જુમાં નબળાઇ
  • ચહેરા પર લકવાના લક્ષણો
  • છાતીના સ્નાયુઓમાં નબળાઇ
  • બોલવામાં અને ખાવામાં તકલીફ
  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • આંખોમાં નબળાઈ આવવી
  • શરીરનું સંતુલન ગુમાવવું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button