મહારાષ્ટ્ર

પુણેમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાનો પ્રયાસ: એકની ધરપકડ

પુણે: પુણે રેલવે સ્ટેશન પર સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કરવા બદલ 35 વર્ષના શખસની ધરપકડ કરવામાં આવી હતી, જે માનસિક રીતે અક્ષમ હોવાનું પોલીસને લાગી રહ્યું છે રવિવારે રાતે આ ઘટના બન્યા બાદ સ્થાનિકોએ એ શખસને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કરી હતી, જેની બાદમાં ધરપકડ કરાઇ હતી.

કૉંગ્રેસના કાર્યકરોએ સોમવારે પ્રતિમા નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપી સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

આરોપીની ઓળખ સૂરજ શુકલા તરીકે થઇ હોઇ તે ઉત્તર પ્રદેશના વારાણસીનો રહેવાસી છે, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-2) મિલિંદ મોહિતેએ જણાવ્યું હતું.

આપણ વાંચો: પંજાબમાં આંબેડકરની પ્રતિમાને તોડવાનો પ્રયાસઃ તપાસ માટે આઠવલેએ કરી માંગણી

માનસિક રીતે અક્ષમ લાગતા આરોપી પાસેની બેગમાં ધાર્મિક પુસ્તકો હતાં. તેણે તીક્ષ્ણ હથિયારથી પ્રતિમાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકોને તેને પકડી પાડ્યો હતો બાદમાં પોલીસને હવાલે કરી દેવાયો હતો, એમ મોહિતાએ કહ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રતિમાને નુકસાન થયું નથી, પણ પ્રતિમા જેના પર ઊભી કરાઇ છે, તેની નાની લાદીને નુકસાન થયું હતું.

આરોપી પુણેના વિશ્રાંતવાડી વિસ્તારનો રહેવાસી છે અને રૂદ્રાક્ષ વેચે છે. તેણે સતારાના વાઇથી તીક્ષ્ણ હથિયાર ખરીદ્યું હતું.
આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button