મહારાષ્ટ્ર

ગઢચિરોલીમાં એન્કાઉન્ટરમાં ચાર નકસલવાદી ઠાર

ગઢચિરોલીઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના સરહદી વિસ્તાર ભામરાગઢ તહસીલમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૪ નક્સલવાદી માર્યા ગયા હોવાના અને સુરક્ષાદળોના જવાનો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

નક્સલીઓ વિરોધી વિશેષ ટુકડી સી-૬૦ને એન્કાઉન્ટર સ્થળ તરફ મોકલવામાં આવી છે. એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓને ભારે નુકસાન થવાની આશંકા છે. મહારાષ્ટ્રમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ એન્કાઉન્ટર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

તેલંગાણા પોલીસે એક મહિલા નક્સલવાદીની ધરપકડ કરી જેના માથા પર પોલીસે એક કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. આરોપી મહિલાની ઓળખ સુજાતા તરીકે થઈ હતી. તે છત્તીસગઢના સુકમામાં બનેલી ઘણી મોટી નક્સલવાદી ઘટનાઓમાં સામેલ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જયારે સુજાતા તેલંગાણાના હૈદરાબાદના મહબૂબનગરમાં સારવાર માટે ગઈ હતી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. સુજાતા નક્સલવાદી નેતા કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીની વિધવા છે.

આ પણ વાંચો : “હું પહેલા નક્સલવાદી હતો” ફરીથી નક્સલવાદી બનીશ તો… જ્યારે નીતિન ગડકરી ભડક્યા

તાજેતરમાં ઝારખંડના લાતેહારમાં પોલીસે એક મોટી ખંડણી ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને ૬ લોકોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ બદમાશો પર પોતાને નક્સલવાદી ગણાવીને લોકો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ છે. નક્સલવાદીઓ પાસેથી ચાર રાઈફલ, એક દેશી બનાવટની પિસ્તોલ અને ચાર જીવંત કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.

ગુનાહિત ભૂમિકા ધરાવતા અનિલ યાદવે પૈસા પડાવવા માટે એક ગેંગ બનાવી હતી. સૌથી પહેલા તે મણિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના ગામ જુંગુર નજીકના જંગલમાંથી પકડાયો હતો અને પૂછપરછ દરમિયાન તેણે આપેલી માહિતીના આધારે ગેંગના અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker