બોલો, કેદીઓએ કંઈક એવું કર્યું કે જેલ પ્રશાસનની થઈ ગઈ ઊંઘ હરામ
મુંબઈ: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાની જેલ તોડીને ચાર કેદી ભાગી જવાની ચોંકાવનારી ઘટના બની હતી, જેનાથી જિલ્લાનું પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ હતી. સંગમનેર જેલમાંથી બુધવારે સવારે ચાર કેદી ભાગી ગયા હતા. ચારેય કેદી સામે બળાત્કાર, હત્યા, લૂંટ જેવા ગંભીર ગુનાના કેસ ઘણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.
પોલીસના જણાવ્યાનુસાર આજે સવારે પોણા સાત વાગ્યાના સુમારે બનાવ બન્યો હતો. સંગમનેર જેલના પરિસરમાંથી ચાર કેદીઓ જોરદાર હંગામો કર્યા બાદ તેઓ જેલની બારી તોડીની ભાગી ગયા હતા. ફરાર કેદીઓને શોધવા માટે અલગ અલગ ટીમને તૈયાર કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમને અલગ અલગ દિશામાં મોકલવામાં આવી છે. આ બાબતમાં પોલીસે આરોપીઓને પકડવા માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે અહેમદનગરની જિલ્લાની સંગમનેર જેલમાં ચાર કેદીઓને રાખવામાં આવ્યા હતા, જ્યાં જેલમાં ત્રણ બેરેક છે. જેલની ક્ષમતા 24 કેદીની છે, પરંતુ હંમેશાં જેલમાં કેદીઓની સંખ્યા વધુ રહેતી હતી. જેલ તોડીને કેદીઓ ભાગ્યા ત્યારે જેલમાં 56 કેદી હતી. ગઈકાલે રાતે પણ જેલમાં ત્રણ પોલીસ કર્મચારી પણ હાજર હતા, પરંતુ પોલીસને હાથતાળી આપીને કેદી ભાગી ગયા હતા.
જેલમાંથી ભાગી જનારા કેદી નામ રાહુલ દેવીદાસ કાળે, રોશન દદેલ, અનિલ ચાબુ ઢોળે અને મછિંદ્ર મનાજી જાધવ તરીકે ઓળખ કરવામાં આવી છે, જ્યારે તેમના પર આઈપીસી 302, 307, 376 અને 307 ગુનો નોંધાયેલ છે.