આમચી મુંબઈમહારાષ્ટ્ર

Red Signal: ૩ ફ્લાઇટ્સ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવાની ધમકી, Social Media યૂઝર્સે ચિંતામાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં દિગ્ગજન નેતાની હત્યા પછી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢમાં તોફાનોનો માહોલ વચ્ચે આજે મુંબઈમાં એકસાથે ત્રણ ફ્લાઈટ અને ટ્રેનમાં બોમ્બની ધમકીના અહેવાલો પછી સુરક્ષાતંત્રમાં મોટી હિલાચલ જોવા મળી હતી, જ્યારે કંઈ શંકાસ્પદ નહીં મળ્યા પછી પ્રશાસનને રાહતનો શ્વાસ લીધો છે. બોમ્બની ધમકીના અહેવાલની સોશિયલ મીડિયા પર ગંભીર નોંધ લેવામાં આવી હતી, જ્યારે અમુક લોકોએ આ અહેવાલોને ગંભીર ગણાવ્યા હતા.

આજે સવારે એરલાઈન્સને બોમ્બની ત્રણ ધમકીઓ હેડલાઈન્સ બની હતી . પ્રથમ ધમકી મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ માટે આપવામાં આવી હતી, ત્યાર બાદ ફ્લાઈટને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી.

ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ગઈકાલે રાતના ૨:૦૦ વાગ્યે ઉપડી હતી પરંતુ થોડી જ ક્ષણો બાદ તેને નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રિડાઈવર્ટ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બોર્ડમાં સવાર ૨૩૯ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ ઈન્ડિગો પર વધુ બે બોમ્બની ધમકીઓ વિશેના સમાચારો સામે આવ્યા. મુંબઈથી મસ્કત જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને ટેકઓફની થોડી મિનિટો પહેલા બોમ્બની ધમકી મળી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ કામગીરી તરત જ બંધ કરવામાં આવી હતી અને એરક્રાફ્ટને ખાલી કર્યા પછી સુરક્ષા તપાસ માટે એક ખાલી જગ્યામાં લઈ જવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણી પહેલા BMC એ મુંબઈના મહત્ત્વનાં પ્રોજેક્ટ્સ પર બ્રેક લગાવી…

મુંબઈથી મસ્કત જતી ઈન્ડિગો ફ્લાઈટ ૬ઈ ૧૨૭૫ને બોમ્બની ધમકી મળી હતી. પ્રોટોકોલ મુજબ, એરક્રાફ્ટને એક અલગ ખાલી જગ્યામાં લઈ જવામાં આવ્યું હતું અને પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાને અનુસરીને, ફરજિયાત સુરક્ષા તપાસ તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. ઈન્ડિગો ફ્લાઇટ ૬ઈ ૫૬, જે મુંબઈથી મધ્ય પૂર્વીય શહેર જેદ્દાહ માટે પ્રસ્થાન કરવા માટે તૈયાર હતું, તેને પણ બોમ્બની ધમકી મળી હતી.

આજે 3 ફ્લાઇટ્સ પર બોમ્બની ધમકીઓ સાથે મુંબઈ-હાવરા મેઈલ પર ટ્વિટર દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. ધમકીને પગલે ટ્રેનને જળગાંવમાં સવારે ૪:૧૫ વાગ્યે રોકી દેવામાં આવી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે નાશિક પછી વિસ્ફોટ થશે.

એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા થયાના બે દિવસ બાદ આ ઘટનાઓ બની છે. સોશિયલ મીડિયા યૂઝર્સે આ સમાચાર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકરી પ્રતિક્રિયાઓ લખી હતી.

એક યુઝરે લખ્યું હતું કે આજકલ કુછ ભી હો રહા હે. બીજા યુઝરે લખ્યું હતું કે મેં આ બી૭૮૭ને આજે સવારે ૧૧ વાગ્યે આઇસોલેશનમાં જોયું અને આશ્ચર્યચકિત રહી ગયો. આશા છે કે બધું બરાબર હશે.” ત્રીજા યુઝરે પણ ચોંકાવનારી ટિપ્પણી કરી હતી કે આ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. આવી ધમકીઓ માત્ર સુરક્ષાને જ અસર કરતી નથી, પરંતુ લોકોમાં ભય પણ ફેલાવે છે. કડક કાર્યવાહી જરૂરી છે!”

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker