મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં હાફૂસ પછી આવી કેસર, પણ એક બોક્સના ભાવ જાણશો તો…

મુંબઇઃ મહારાષ્ટ્ર સામાન્ય રીતે હાપુસ કેરી માટે વખણાય છે. અહીં હાપુસ કેરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે. અહીંની હાપુસ કેરીની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. દર વર્ષે મુંબઇના એપીએમસી માર્કેટમાં પહેલું બૉક્સ હાપુસ કેરીનું આવતું હોય છે પણ હવે હાપુસ કેરીને ટક્કર આપવા મહારાષ્ટ્રના અંતરિયાળ ગામ દેવગઢની કેસર કેરી પણ રાજ્યના બજારોમાં આવી છે અને તે હાપુસની મજબૂત હરિફ બની ગઇ છે. સામાન્ય રીતે લોકો અક્ષય તૃતીયા પછી કેરી ખાવાનું શરૂ કરે છે. પણ સિઝન પહેલા કેરીનો સ્વાદ માણવાની મઝા જ કંઇક ઓર હોય છે. હાલમાં કેસર કેરીનું પહેલું બૉક્સ બજારમાં આવ્યું હતું. દેવગઢના કેસર કેરીના ઉત્પાદક શકીલ મુલ્લાની વાડીના કેસર કેરીના બૉક્સ વાશીની એપીએમસી બજારમાં આવ્યા હતા અને આ કેરીના બૉક્સ 16 હજાર રૂપિયાના ભાવે વેચાયા હતા.

કેસર કેરી સામાન્ય રીતે મે મહિનાના અંત સુધીમાં બજારમાં આવતી હોય છે, પણ આ વખતે જાન્યુઆરી મહિનામાં જ કેસર કેરીના બૉક્સ વેચાવા માટે બજારમાં આવી ગયા છે. આમ કેસર કેરી હાપુસને વહેલા ઉત્પાદનના મામલે ટક્કર આપી રહી છે. આ ઉપરાંત હવે એના ભાવ પણ એવા મોંઘા બોલાયા છે કે એવું લાગે છં કે ભાવને મામલે પણ કેસર કેરી હાપુસને ટક્કર આપશે. હાલમાં કેસર કેરી 3200 રૂપિયા ડઝનને ભાવે વેચાઇ હતી. આમ ભાવના મામલે પણ કેસર કેરી હવે હાપુસને ટક્કર આપી રહી છે.

Also read: ફેબ્રુઆરીમાં હાફૂસની સાથે કેસર કેરી પણ બજારમાં આવશે

ગુજરાતની કેસર કેરી ઘણી વખણાય છે અને કેસર કેરીના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે. ગુજરાતની કેસર કેરી મણના ભાવે બોલાતી હોય છે. ગયા વર્ષની વાત કરીએ તો ગુજરાતની એક મણ કેસર કેરીના ભાવ બેથી અઢી હજારની આસપાસ બોલાયા હતા. કેસર કેરીનો બેજોડ મીઠઓ મધુરો સ્વાદ અને તેનો કેસરિયો રંગ લોકોને તેના દિવાના બનાવે છે અને લોકોમાં દિનપ્રતિદિન તેની લોકપ્રિયતા વધી રહી છે. એક સમયે મહારાષ્ટ્રના લોકો માત્રને માત્ર હાપુસ કેરી જ પસંદ કરતા હતા. તેઓ પણ હવે કેસર કેરી ખાતા થઇ ગયા છે અને મહારાષ્ટ્રની કેરીની વાડીઓમાં હવે કેસર કેરી પણ ઉગાડવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button