મહારાષ્ટ્ર
ભાંડુપ ઈન્ડસ્ટ્રિય એસ્ટેટમાં આગ: કોઈ જાનહાનિ નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાંડુપ પશ્ચિમમાં ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં મંગળવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગ ઝડપથી નિયંત્રણમાં આવી જતા મોટી દુર્ઘટના ટળઈ હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
પાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ ભાંડુપમાં પન્નાલાલ કમ્પાઉન્ડમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની ઈન્ડસ્ટ્રિયર બિલ્ડીંગનાના બીજા માળા સાંજ પાંચેક વાગ્યાની આસપાસ આગ લાગી હતી.
ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી. લગભગ પચ્ચીસથી ત્રીસ મિનિટમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.



