મહારાષ્ટ્રમાં દૂધમાં ભેળસેળ તપાસવા FDAએ રાજ્યવ્યાપી અભિયાન હાથ ધર્યું
મુંબઈઃ દૂધમાં ભેળસેળના વધતા જતા કેસ સામે લડવા માટે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ રાજ્યવ્યાપી અભિયાન હાથ ધર્યું હતું.
એફડીએ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ૧૦૩ ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ બુધવારે રાજ્યભરના દૂધ ઉત્પાદકો, વિતરકો, વિક્રેતાઓ પાસેથી ૧૦૬૨ નમૂનાઓ એકત્રિત કરી તેની ગુણવત્તા અને ભેળસેળ ચકાસવા ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા હતા.
આ પણ વાંચો: દૂધમાં ભેળસેળ કરનારાની ખૈર નહીં, મહારાષ્ટ્ર સરકારની જાણો યોજના
એફડીએ કમિશનર રાજેશ નાર્વેકરે જણાવ્યું હતું કે ચકાસણી દરમિયાન જો ભેળસેળ મળી આવશે તો સંબંધિત સંસ્થાઓમાંથી તાત્કાલિક કાયદેસરના નમૂના લેવામાં આવશે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ અનુસાર ઉત્પાદકો અને સપ્લાયર્સ સામે કડક પગલાં લેવામાં આવશે.
નાગરિકો શંકાસ્પદ દૂધમાં ભેળસેળના કોઈપણ કેસ અંગે એફડીએ હેલ્પલાઈન નંબર 1800222365 અથવા ઈ-મેલ આઈડી jc-foodhq@gov.in પર જાણ કરી શકશે અથવા https://foscos.fssai.gov.in/consumergrievance પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકે છે.