વાહન ચાલકોને રાહત: ફાસ્ટટેગના અભાવે બમણો ટોલ નહીં ભરવો પડે...
Top Newsમહારાષ્ટ્ર

વાહન ચાલકોને રાહત: ફાસ્ટટેગના અભાવે બમણો ટોલ નહીં ભરવો પડે…

નાગપુર: ફાસ્ટટેગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 15 નવેમ્બરથી જો તમારા વાહનમાં માન્ય ફાસ્ટટેગ નહીં હોય અથવા ફાસ્ટટેગ ખરાબ થઈ ગયો હશે તો તમારે બમણો ટોલ નહીં ચૂકવવો પડે. અગાઉ ફાસ્ટટેગ નહીં ધરાવતા ફોર વ્હીલર અને ભારે વાહનોના ડ્રાઇવરોને બમણો ટોલ ચૂકવવો પડતો હતો.

ફાસ્ટટેગની મદદથી તમે સરળતાથી સવા ગણો ટોલ ચૂકવી શકો છો. સિવાય જો ટોલ પ્લાઝા મશીન બગડી ગયું હશે તો પાત્ર ફાસ્ટટેગવાળા વાહનોને હવે ટોલ ભર્યા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. તમારી પાસે ફાસ્ટટેગ નહીં હોય તો રોકડમાં બમણી રકમ ચૂકવવાને બદલે, તમારે ફાસ્ટટેગનો ઉપયોગ કરીને ટોલ ફીની સવા ગણી રકમ ચૂકવવી પડશે.

ઉદાહરણ તરીકે, જો ટોલ ચાર્જ 100 રૂપિયા છે, તો હાલના નિયમો અનુસાર, ફાસ્ટેગ વિના, તમારે 200 રૂપિયા રોકડા ચૂકવવા પડશે. જો કે, હવે કેશ કાર્ડથી ચૂકવણી કરવા માટે માત્ર 125 રૂપિયાનો ખર્ચ થશે. આનાથી ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારોમાં વધુ ઘટાડો થશે.

નવો નિયમ 15 નવેમ્બરથી અમલમાં આવશે. આ ફેરફારથી ટોલ વસૂલીમાં સુધારો કરવામાં અને વાહનચાલકોની મુશ્કેલી ઘટાડવામાં મદદ મળશે. આ નવા નિયમથી મુસાફરી સરળ બનશે અને ટોલ સિસ્ટમ વધુ પારદર્શક બનશે.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button