દર વર્ષે ખેડૂતોની દુર્દશા, 2015થી 2025 સુધી કૃષિ નુકસાનના ચોંકાવનારા આંકડા | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

દર વર્ષે ખેડૂતોની દુર્દશા, 2015થી 2025 સુધી કૃષિ નુકસાનના ચોંકાવનારા આંકડા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા જિલ્લાઓ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા છે. ખેડૂતો ભાંગી પડ્યા છે. રાજ્યના પ્રધાનો પણ મુલાકાત લેવા લાગ્યા છે. આ બધા વચ્ચે આંખ ઉઘાડી નાખનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે કે છેલ્લા 9 વર્ષમાં 571.30 લાખ હેક્ટર ખેતીને નુકસાન થયું છે.

આ બધા વચ્ચે છેલ્લા નવ વર્ષમાં ખેડૂતોને સહાય પેટે 54679.17 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જ્યારે-ત્યારે બજારમાં જે-તે ઉત્પાદનના ભાવમાં ઘટાડો થાય છે ત્યારે હજારો કરોડોની સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને ખેડૂત ટેક્સપેયર ન હોવાથી આ બધો જ બોજો રાજ્યના મધ્યમવર્ગની કેડ પર આવે છે. આ વર્ષે પણ ખેડૂતોને સહાય પેટે હજારો કરોડ આપવામાં આવશે, રાજ્યના મધ્યમવર્ગ દ્વારા ચૂકવવામાં આવેલા ટેક્સના પૈસામાંથી .

આ પણ વાંચો: મરાઠવાડામાં ખેડૂતોની આત્મહત્યામાં 20 ટકાનો વધારો: 2025 ના પ્રથમ છ મહિનામાં 520 મોત

છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોને થયેલું નુકસાન

  1. વર્ષ 2015-2016-
    કમોસમી વરસાદ અને કરાં પડવાથી
    અસરગ્રસ્ત વિસ્તાર – 56.50 લાખ હેક્ટર
    અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા – 53.48 લાખ ખેડૂતો
    મંજૂર સહાય – 4190.62 કરોડ
  2. વર્ષ 2016-2017-
    કમોસમી વરસાદ અને કરાં પડવાથી
    અસરગ્રસ્ત વિસ્તાર – 6.85 લાખ હેક્ટર
    અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા – 10.53 લાખ ખેડૂતો
    મંજૂર સહાય – 602.83 કરોડ
  3. વર્ષ 2017-2018-
    કમોસમી વરસાદ અને કરાં પડવાથી
    અસરગ્રસ્ત વિસ્તાર – 46.12 લાખ હેક્ટર
    અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા – 58.72 લાખ ખેડૂતો
    મંજૂર સહાય – 3622.50 કરોડ
  4. વર્ષ 2018-2019-
    કમોસમી વરસાદ અને કરા પડવાથી
    અસરગ્રસ્ત વિસ્તાર – 91.35 લાખ હેક્ટર
    અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા – 84.32 લાખ ખેડૂતો
    મંજૂર સહાય – 6218.34 કરોડ
  5. વર્ષ 2019-2020-
    કમોસમી વરસાદ અને કરા પડવાથી
    અસરગ્રસ્ત વિસ્તાર – 96.57 લાખ હેક્ટર
    અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા – 108.09 લાખ ખેડૂતો
    મંજૂર સહાય – 7754.06 કરોડ
  6. વર્ષ 2020-2021-
    કમોસમી વરસાદ અને કરા પડવાથી
    અસરગ્રસ્ત વિસ્તાર – 45.64 લાખ હેક્ટર
    અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા – 70.72 લાખ ખેડૂતો
    મંજૂર સહાય – 4923.78 કરોડ
  7. વર્ષ 2021-2022-
    કમોસમી વરસાદ અને કરા પડવાથી
    અસરગ્રસ્ત વિસ્તાર – 57.56 લાખ હેક્ટર
    અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા – 79.17 લાખ ખેડૂતો
    મંજૂર સહાય – 5647.44 કરોડ
  8. વર્ષ 2022-2023-
    કમોસમી વરસાદ અને કરા
    અસરગ્રસ્ત વિસ્તાર – 67.12 લાખ હેક્ટર
    અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા – 94.18 લાખ ખેડૂતો
    મંજૂર સહાય – 8637.44 કરોડ
  9. વર્ષ 2023-2024-
    કમોસમી વરસાદ અને કરા
    અસરગ્રસ્ત વિસ્તાર – 52.06 લાખ હેક્ટર
    અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા – 69.04 લાખ ખેડૂતો
    મંજૂર સહાય – 6421.63 કરોડ
  10. વર્ષ 2024-2025-
    કમોસમી વરસાદ અને કરા
    અસરગ્રસ્ત વિસ્તાર – 51.53 લાખ હેક્ટર
    અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા – 71.47 લાખ ખેડૂતો
    મંજૂર સહાય – 6660.51 કરોડ

    2015 થી 2024 સુધીમાં કુલ નુકસાન-

    કમોસમી વરસાદ અને કરા
    અસરગ્રસ્ત વિસ્તાર – 571.30 લાખ હેક્ટર
    અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા – 699.72 લાખ ખેડૂતો
    મંજૂર સહાય – 54679.17 કરોડ
    છેલ્લા નવ વર્ષમાં સૌથી વધુ નુકસાન-
    છેલ્લા નવ વર્ષમાં આટલું મોટું નુકસાન ક્યારેય થયું નથી. આ વર્ષની ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 69 લાખ એકરથી વધુ જમીનને નુકસાન થયું છે. આ મહિનામાં અત્યાર સુધીમાં લગભગ 30 લાખ એકર જમીનને નુકસાન થયું છે. પંચનામા પૂર્ણ થયા પછી આ આંકડો વધુ વધવાની પ્રબળ શક્યતા છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button