પુત્રના શિક્ષણ માટે જરૂરી કુણબી પ્રમાણપત્ર આપવામાં વિલંબ થતાં ખેડૂતે કરી આત્મહત્યા

બીડ: પુત્રના શિક્ષણ માટે જરૂરી કુણબી-મરાઠા જાતિ માન્યતા પ્રમાણપત્ર આપવામાં વિલંબ થતાં પંચાવન વર્ષના ખેડૂતે આત્મહત્યા કરી હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી.
બીડ જિલ્લાના મંજરસુબા ખાતેના રહેવાસી સહદેવ રસાળે આ સપ્તાહના શરૂઆતમાં મરાઠવાડા રિજનમાં પડેલા ભારે વરસાદને કારણે પોતાનો ઊભો પાક પણ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો : મરાઠા અનામત વિવાદ: હવે OBC અને આદિવાસી સંગઠનો રસ્તા પર ઉતરશે!
સહદેવ રસાળે બુધવારે સવારે આઠ વાગ્યાની આસપાસ પોતાના ખેતરમાં આવેલા કૂવામાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો હતો.
રસાળના પુત્રને સીએસસી એગ્રિકલ્ચર કોર્સમાં પ્રવેશ માટે જાતિ માન્યતા પ્રમાણપત્રની જરૂર હતી, એમ નેકનુર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત ગોસાવીએ કહ્યું હતું.
આ પણ વાંચો : મુંબ્રા બાયપાસ પર ટ્રકે સ્કૂટરને અડફેટમાં લેતાં ત્રણ યુવકનાં મોત
પોતાના ભંડોળનો ઉપયોગ કરીને તેમ જ સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઇને જરૂરી ફી ભરવા છતાં પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું નહોતું.
મરાઠા-કુણબીઓ ઓબીસી કેટેગરી હેઠળ અનામતનો લાભ લઇ શકે છે. મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેની માગ છે કે બધા મરાઠાઓને કુણબી તરીકે માન્યતા આપવામાં આવે. (પીટીઆઇ)