એલર્ટઃ Facebook પર એરફોર્સનો ઓફિસર બનીને મહિલા સાથે દોસ્તી કરનારા ગઠિયાની અટક

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરથી એરફોર્સનો ઓફિસર બનીને મહિલા સાથે મિત્રતા કરીને તેના વાંધાજનક વીડિયો બનાવીને તેને વાઇરલ કરવાની ધમકી આપીને મહિલા સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાગપુરમાં 36 વર્ષની મહિલા સેક્સટોર્શનનો શિકાર બનતા આ મામલે પોલીસે પીડિત મહિલાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
36 વર્ષની મહિલાને શ્યામ સુપાતકર નામના આરોપીએ પોતે એરફોર્સ ઓફિસર છે એવું કહીને તેની સાથે ચાર લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ચાર વર્ષ પહેલા પીડિત મહિલાએ શ્યામ સુપાતકર સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. આરોપીએ મહિલાને તે ગુજરાતમાં એર ફોર્સનો અધિકારી હોવાનું જણાવ્યું હતું, પણ તે નાગપુરમાં જ રહેતો હતો. અનેક સમય સુધી ઓનલાઇન મુલાકાત કર્યા બાદ આરોપીએ મહિલાને મળવા બોલાવી હતી.
ALSO READ : ‘Facebook Post’ પર કોમેન્ટને કારણે રાજસ્થાનના ભરતપુરમાં ગોળીબાર અને પથ્થરમારો, જાણો શું છે મામલો
શ્યામ સુપાતકરે મહિલાને મળવા બોલાવીને તેને કથિત રીતે માદક પદાર્થ આપીને તેને બેભાન કરીને મહિલાનો વાંધાજનક વીડિયો અને તસવીરો લીધી હતી. ત્યાર બાદ આ મહિલાને તસવીરો મોકલી તેને વાઇરલ કરવાની ધમકી આપીને પૈસાની માગણી કરી હતી.
આરોપીની માગણી મુજબ મહિલાએ ચાર લાખ રૂપિયાનો રોકડ સાથે સોના અને ચાંદીના ઘરેણાં આરોપીને આપ્યા હતા. જોકે મહિલાને આરોપી એર ફોર્સ ઓફિસર ન હોવાની જાણ થતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ પહેલા પણ નવી મુંબઈમાં પણ આ પ્રકારેનો જ સેક્સટોર્શનનો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં ચૌધરી નામના એક વ્યક્તિએ આર્મીમાં ઉંચા હોદ્દા પર છે એવું કહીને સાત મહિલા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ આરોપીને 2017માં જ આર્મીના કોર્ટ માર્શલ પદપરથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જેથી મહિલાઓ સાથે છેતરપિંડી કરવા બાબતે પોલીસે તેની ધરપકડ કરી હતી.