મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાકુંભમાં ડૂબકી લગાવી, સીએમ યોગીના વખાણ કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સોમવારે તેમના પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના પરિવાર સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી. સંગમ કિનારે સ્નાન કર્યા પછી, શિંદેએ કહ્યું કે મહાકુંભનો અનુભવ અદ્ભૂત હતો.

એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તે પોતાના જીવનમાં એક વખત મહાકુંભમાં સ્નાન કરે.’ ‘અહીં સ્નાન કર્યા પછી મારું જીવન ધન્ય બન્યું.’

તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈ આ પવિત્ર સંગમ પર સ્નાન કરે છે, ત્યારે જીવન અર્થપૂર્ણ બની જાય છે. આ સાથે તેમણે મહાકુંભના આયોજન માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારની પણ પ્રશંસા કરી.

આ પણ વાંચો: એકનાથ શિંદેને બીજો ફટકો! મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી રાજકીય હલચલ વધી…

યુપી સરકારની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, ‘144 વર્ષમાં એકવાર યોજાતા આ મહાકુંભમાં 60 કરોડથી વધુ લોકો એકઠા થયા છે. આ કોઈ નાની વાત નથી. યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરી રહ્યા છે અને મહાકુંભમાં લોકોની સંપૂર્ણ કાળજી લેવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.’

એકનાથ શિંદેના મતે, મહાકુંભમાં સ્વચ્છતા છે અને પાણીની સારી વ્યવસ્થા છે. તેઓ મહાકુંભના ભવ્ય આયોજન માટે મુખ્ય પ્રધાન યોગીને અભિનંદન આપવા માગે છે.

આ પણ વાંચો: એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: બુલઢાણાથી બે પકડાયા

એકનાથ શિંદેએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘યોગી આદિત્યનાથની ટીમ જે રીતે વડા પ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે તે પ્રશંસનીય છે.

ઉપરાંત, કરોડો લોકોની સુરક્ષા પર દરરોજ જે રીતે કામ થઈ રહ્યું છે તેના માટે હું ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માનું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button