ટીમ ઈન્ડિયાની જીત અંગે એકનાથ શિંદે અને શરદ પવારે આપી આવી કંઈક પ્રતિક્રિયા
મુંબઈઃ 13 વર્ષ બાદ આઇસીસી વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયાને આખા ભારત અને વિશ્ર્વમાંથી વધામણા મળી રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકારણીઓએ પણ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે. ભારતની જીત અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને એનસીપી (શરદચંદ્ર પવાર)ના વડા અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવારે પણ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે ભારતીય ટીમને શુભેચ્છા આપતા કહ્યું કે હું રાહુલ દ્રવિડ તેમ જ આખી ભારતીય ટીમને શુભેચ્છા પાઠવું છું. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું આપણી ટીમના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છું. હું રાહુલ દ્રવિડ અને આખી ભારતીય ટીમને અભિનંદન આપું છું. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ખૂબ સાધુવાદ. સૂર્યકુમારે શું કેચ પકડ્યો હતો. ભારતીય ટીમને મારી શુભેચ્છા.
આ પણ વાંચો : T20 World Cup કપમાં ભારત વિજેતા, PM Modi થી લઈને Rahul Gandhi એ આપી શુભેચ્છા, જાણો શું કહ્યું
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ટીમ ઇન્ડિયાની જીત બાદ પોતાનો આનંદ વ્યક્ત કરરતા રોકી શક્યા નહોતા. તેમણે પણ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવતા લખ્યું હતું કે ગ્રેટ ટીમ ઇન્ડિયા આસીસી ટી-20 વર્લ્ડ કપ પર ટીમ ઇન્ડિયાએ પોતાની મહોર લગાવી અને દક્ષિણ આફ્રિકાની ટીમને ધૂળ ચટાડી. પહેલા બેટીંગ કરતા વિરાટ કોહલીએ અર્ધ શતક પૂરો કર્યો અને ત્યારબાદ અક્ષર પટેલ અને શિવમ દુબેએ સાથ આપ્યો. રાહિત શર્માના નેતૃત્વ હેઠળ જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અર્શદિપ સિંહે ધમાકેદાર બોલિંગ કરી. વિજય મેળવ્યો. ચકે દે ઇન્ડિયા.
ઉલ્લેખનીય છે કે શરદ પવાર 2005થી 2008 સુધી બીસીસીઆઇના અને 2010થી 2012 સુધી આઇસીસીના પ્રમુખ રહ્યા હતા. નરેન્દ્ર મોદી, શરદ પવાર ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન કિરન રીજીજુ, ગુગલના સીઇઓ સુંદર પિચાઇ સહિતના મહાનુભવોએ ભારતીય ટીમને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી.
આ ઉપરાંત મહારાષ્ટ્રના કેન્દ્રના રાજ્યકક્ષાના પ્રધાન રક્ષા ખડસેએ પણ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. હું આખી ભારતીય ટીમને શુભેચ્છા પાઠવું છું. તેમણે આપણા દેશના નામને આગળ વધાર્યું છે. આપણે 17 વર્ષ બાદ આ ખિતાબ પોતાના નામે કર્યો છે.