જનતાએ વિપક્ષને ચૂંટણીમાં ડુબાડી દીધી: એકનાથ શિંદે
![cm eknath shinde's top promises for maharashtra's development](/wp-content/uploads/2024/10/eknath-shinde-222600362-16x9_0.jpeg)
છત્રપતિ સંભાજીનગર: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે જણાવ્યું હતું કે, 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ કોઈપણ સત્તાધારી ગઠબંધન 237 બેઠકો જીતી શક્યું ન હતું, તેમણે નવેમ્બરની ચૂંટણીમાં મહાયુતિના શાનદાર વિજય માટે રાજ્યના નાગરિકોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે જનતાએ યુતિને વિધાનસભાની ચૂંટણીમાં ડુબાડી દીધી હતી.
ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ કરતી મહાયુતિએ વિધાનસભાની ચૂંટણીમાં 237 બેઠકો જીતીને ભવ્ય વિજય મેળવ્યો હતો, જેમાં એકલો ભાજપ 132 બેઠકો સાથે અડધા આંકડાની નજીક પહોંચી ગયું હતું.
નાંદેડમાં ‘આભાર સભા’ કાર્યક્રમમાં બોલતા, શિંદેએ મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલી લાડકી બહેન યોજનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ‘ભાઈઓ અને બહેનોએ સુનિશ્ર્ચિત કર્યું હતું કે વિપક્ષ મતોના ઢગલામાં ડૂબી ગયો છે.’
લોકો મોટી સંખ્યામાં તેમના પક્ષમાં જોડાઈ રહ્યા છે તે ભારપૂર્વક જણાવતાં શિંદેએ કહ્યું હતું કે, ‘શિવસેના કોઈની માલિકીની નથી, તે કાર્યકરોની છે. બાળાસાહેબ ઠાકરે હંમેશા પક્ષના કાર્યકરો સાથે સાથીદારની જેમ વર્તન કરતા હતા.’
જોકે, કેટલાક લોકોએ પક્ષના કાર્યકરો સાથે નોકર જેવો વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું, એમ તેમણે કહ્યું હતું. શિંદે નિયમિત રીતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર આ આરોપ લગાવતા હોય છે. જૂન 2022માં શિવસેનાનું વિભાજન થયું હતું.
‘અમે વિધાનસભા ચૂંટણીમાં 80 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 60 બેઠકો જીતી હતી, પરંતુ યુબીટી (ઠાકરેનો શિવસેના જૂથ) 97 બેઠકો પર ચૂંટણી લડ્યો અને 20 બેઠકો મેળવી. લોકોએ બતાવી દીધું છે કે વાસ્તવિક સેના કોણ છે. હવે નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષના કાર્યકરો સાથે મળીને કામ કરવું જોઈએ,’ એમ શિંદેએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : લાડકી બહેન યોજના ચાલુ રહેશે: એકનાથ શિંદે
નાયબ મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું કે તેઓ હિંગોલીમાં બાલ ઠાકરે હળદર સંશોધન કેન્દ્ર અને મરાઠવાડા ક્ષેત્રમાં મુખ્યત્વે સિંચાઈ સાથે જોડાયેલી અન્ય યોજનાઓનું ઝડપથી પૂર્ણ કરાવશે.
રાજ્ય કક્ષાના પ્રધાન ગુલાબરાવ પાટીલે શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે અમલમાં મુકાયેલી કલ્યાણકારી યોજનાઓની પ્રશંસા કરતા કહ્યું કે જો અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી મહાયુતિનો ભાગ ન હોત તો શિવસેના 100 વિધાનસભા બેઠકો જીતી શકત. પવારની પાર્ટીએ 41 બેઠકો જીતી હતી.
રાજ્યના પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રી પાટીલે કહ્યું કે મરાઠવાડા માટે 11 સિંચાઈ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.