એકનાથ શિંદે અને મુખ્યમંત્રી વચ્ચે બધું બરાબર નથી? | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

એકનાથ શિંદે અને મુખ્યમંત્રી વચ્ચે બધું બરાબર નથી?

નગર વિકાસ ખાતાના અધિકારીઓની મુખ્ય પ્રધાને ઝાટકણી કાઢતાં વર્તુળોમાં ચર્ચા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના નગર વિકાસ વિભાગના કારભાર પર નારાજી વ્યક્ત કરી. નગર વિકાસ વિભાગનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હોવાનું કહીને, તેમણે અધિકારીઓને તાત્કાલિક સુધારા કરવાની સૂચના આપી હતી.

સૂત્રોએ એવી માહિતી આપી છે કે દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે આયોજિત સમીક્ષા બેઠકમાં નગર વિકાસ વિભાગને કઠોર શબ્દોમાં ચેતવણી આપી હોવાથી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ‘ઓલ ઈઝ નોટ વેલ’ની ચર્ચા થઈ છે.

આ પણ વાંચો: બીએમસીની ચૂંટણી પહેલા મંત્રાલયમાં ચાલે છે ફાઈલ-વૉર? ફડણવીસ અને શિંદે આમને સામને

દેવેન્દ્ર ફડણવીસે પોતાનો મજબૂત અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના નગર વિકાસ વિભાગે કેન્દ્ર સરકારની યોજનાઓના અમલમાં નબળું કામ કર્યું છે.

કેન્દ્ર સરકારે અમૃત યોજના હેઠળ પાણી પુરવઠા, સ્વચ્છતા, ગ્રીન પાર્ક અને નગર વિકસમાં ભંડોળ આપ્યું છે. તમે તેનો ઉપયોગ કેવી રીતે કર્યો? એવો સવાલ ફડણવીસે પૂછ્યો હોવાનું જાણવા મળ્યું છે.

2022માં, એકનાથ શિંદેએ મહા વિકાસ આઘાડી અને શિવસેના છોડી દીધી અને ભાજપ સાથે હાથ મિલાવ્યા. તે પછી, એકનાથ શિંદે જૂન 2022થી ઓક્ટોબર 2024 સુધી અઢી વર્ષ માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહ્યા હતા. તે સમયે પણ તેમની પાસે નગર વિકાસ વિભાગ હતો. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બન્યા પછી, એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાનપદ સોંપવામાં આવ્યું હતું. હાલમાં પણ, તેમની પાસે નગરવિકાસ વિભાગ છે. એવું જાણવા મળ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસે અટલ યોજના હેઠળ આ વિભાગે યોગ્ય રીતે કામગીરી ન કરી હોવા બાબતે નારાજી વ્યક્ત કરી છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button