ચંદ્રપુરમાં ખોરાકીઝેરની અસર: એકનું મોત, 79 હોસ્પિટલભેગા

ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લાના માજરી કોલીરી વિસ્તારમાં રવિવારે ખોરાકીઝેરની અસરને કારણે એક જણનું મોત થયું હતું, જ્યારે 79 લોકોને સારવારાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
શનિવારે સાંજના કાલી મંદિરમાં ચૈત્ર નવરાત્રિ મહોત્સવની પૂર્વસંધ્યાએ ધાર્મિક કાર્યક્રમમાં 400થી વધુ લોકોએ ‘પ્રસાદ’ ખાધા બાદ આ ઘટના બની હતી.
કેટલાક લોકો ઘરે ગયા બાદ તેમની તબિયત લથડી હતી અને 79 લોકો મોડી રાતે વરોરા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જેમાંના છ જણની હાલત નાજુક થતાં તેમને બાદમાં ચંદ્રપુર જિલ્લામાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાંના એક જણનું બાદમાં મૃત્યુ થયું હતું, જેની ઓળખ ગુરુફેમ યાદવ તરીકે થઇ હતી. અન્ય લોકોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, એમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)