પુણેમાંથી 100 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું, આટલા લોકોની ધરપકડ

પુણેમાંથી 100 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું, આટલા લોકોની ધરપકડ

પુણે: પુણેના વિશ્રાંતવાડી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી આશરે 100 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કાર્યવાહીમાં પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે લગભગ પાંચ કિલો મેફેડ્રોન ડ્રગ્સ પણ જપ્ત કયું હતું.

શહેરમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયા અંગે પુણે પોલીસે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી પુણેના અનેક વિસ્તારોમાં માદક-નશીલા પદાર્થોનું વેચાણ વધી ગયું હતું, જેથી આ મામલે શહેરના પોલીસ કમિશનરે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતી. પુણેમાં ચાલી રહેલા ડ્રગ્સ રેકેટ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


પુણે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના અનેક વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન વિશ્રાંતવાડીથી સૌથી વધુ પ્રમાણમાં મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત લગભગ 3.5 કરોડ જેટલી છે. આ મામલે અટકાયત કરવામાં આવેલા આરોપીઓ મીઠાની આડમાં છુપાવીને ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા હતા.


પોલીસે પુણેમાં ડ્રગ્સ સામે કરેલી આ સૌથી મોટી કાર્યવાહી હતી. આ ડ્રગ્સ રેકેટનું ઇન્ટરનેશનલ કનેક્શન પણ હોય શકે છે અને હજી કયા વિસ્તારોમાં ડ્રગ્સનો પુરવઠો અને વેચાણ ચાલી રહ્યું છે એ બાબતે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સાથે એક સ્પેશિયલ ટીમ પણ તપાસ કરી રહ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

સંબંધિત લેખો

Back to top button