કલ્યાણ-ડોંબિવલીમાં શ્વાનનો ત્રાસઃ 10 મહિનામાં 18,000 લોકો બન્યા શિકાર
મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી પાલિકા (કેડીએમસી) ક્ષેત્રમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. પાલિકાના અહેવાલ અનુસાર જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી શ્વાન દ્વારા કરાયેલા હુમલાના ૧૮,૭૦૫ કેસ નોંધાયા હતા. ગયા અઠવાડિયે કલ્યાણમાં એક યુવકનું શ્ર્વાન કરડવાને કારણે મોત થયું હતું. ત્યાર બાદ લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકોનું કહેવું છે કે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં રાતના સમયે પગપાળા અથવા ટુ-વ્હીલર પર જવાનું મુશ્કેલ થઇ ગયું છે. કેટલાક દિવસ પગેલા કેડીએમસીની હદમાં આવતા ટિટવાલામાં એક વૃદ્ધ મહિલા પર શ્વાને હુમલો કર્યો હતો અને શ્વાનાએ વૃદ્ધાને ઘસડીને ૫૦ મીટર સુધી લઇ ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને હજી તેની સારવાર ચાલી રહી છે.
Also read: દિલ્હીમાં રખડતા શ્વાનોનો આતંકનો ભોગ બની બાળકી
આ સિવાય કલ્યાણના બેતુરકર પાડા વિસ્તારમાં આઠ વર્ષના બાળકને શ્વાન કરડ્યો હતો. ગયા અઠવાડિયા ૨૮ વર્ષીય યુવકને શ્વાન કરડ્યો હતો અને ત્યાર બાદ તેને બિલાડી પણ કરડી હતી જેમાં તેનું મોત થયું હતું. લોકો આવી ઘટનાઓ માટે પાલિકાની બેદરકારીને જવાબદાર ઠરાવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રાતના સમયે બાળકો ઘરની બહાર રમતા હોય છે તેમના પર શ્વાન દ્વારા હુમલો કરવાનો ભય હોય છે. તેથી રખડતા શ્વાનો પર નિયંત્રણ રાખવાની માગ કરાઇ રહી છે. તેમ છતાં દર મહિને અંદાજે ૧,૦૦૦ શ્વાનનું વ્યંધીકરણ કરવામાં આવે છે, પરંતુ શ્વાનોના હુમલાની ઘટનામાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી.