મહારાષ્ટ્ર

દરિયામાં ડીઝલ તસ્કરી કરનારી ટોળકી પકડાઈ

અલિબાગ: દરિયામાં ડીઝલ તસ્કરી કરનારી ટોળકીને રાયગઢ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી અંદાજે 33 હજાર લિટર ડીઝલ જપ્ત કર્યું હતું.

બોટમાંથી પકડાયેલા આરોપીઓની ઓળખ ગણેશ કોળી, વિનાયક કોળી, ગજાનન કોળી અને મૂકેશ નિષાદ તરીકે થઈ હતી. ચારેય આરોપી અલિબાગના બોડણી તાલુકાના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દરિયાઈ માર્ગે ડીઝલની તસ્કરી મોટા પ્રમાણમાં થઈ રહી હોવાની માહિતીને આધારે એસપી સોમનાથ ઘાર્ગેએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનાવી હતી. સોમવારે એક બોટ ડીઝલ લઈને રેવસ જેટ્ટી ખાતે આવવાની હોવાની માહિતી આ ટીમને મળી હતી.

આ પણ વાંચો :વિધાનસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં ત્રીજા મોરચાની ચર્ચાએ જોર પકડ્યું

માહિતીને આધારે પોલીસે કિનારે છટકું ગોઠવી શંકાસ્પદ બોટની તપાસ કરી હતી. બોટમાંથી 33 હજાર લિટર ડીઝલ જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા ડીઝલની કિંમત 36 લાખ રૂપિયાથી વધુ હોવાનું પોલીસનું કહેવું છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button