મહારાષ્ટ્ર

Nagpur માં 56 ડિગ્રી તાપમાન અંગે હવામાન વિભાગે કરી સ્પષ્ટતા, તપાસ હાથ ધરી

નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે નાગપુરમાં(Nagpur) નોંધાયેલ 56 ડિગ્રી સેલ્સિયસના સમાચાર અંગે હવામાન વિભાગે(IMD)સ્પષ્ટતા કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે આ તાપમાન ખરાબ સેન્સરના લીધે નોંધાયું હતું. તેમજ ગરમી માપવાના સાધનોમાં સર્જાયેલી ખામીના લીધે આવી સમસ્યા ઊભી થઈ શકે છે.

ઓટોમેટેડ સિસ્ટમમાં ખામીને કારણે ખોટું વાંચન રેકોર્ડ થયું

પ્રાદેશિક હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સાઇટની સ્થિતિ, સેન્સરની ખામી જેવા વિવિધ પરિબળોને કારણે ઓટોમેટેડ સિસ્ટમ્સ ખોટું રીડિંગ આપી શકે છે. બુધવારે દિલ્હીમાં સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્રમાં 52.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તે બાબતની હવામાન વિભાગે પુષ્ટિ કરી
છે.

રેકોર્ડ્સ અને મશીનોના તમામ પાસાઓની તપાસ

હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “અમારા કેટલાક વૈજ્ઞાનિકો એવું સૂચન કરી રહ્યા છે કે ઊંચા તાપમાનને કારણે ઓટોમેટિક સેન્સર ખરાબ થઈ શકે છે. અમે આ રેકોર્ડ્સ અને મશીનોના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.

જ્યારે સ્કાયમેટ વેધરના આબોહવા અને હવામાનશાસ્ત્રના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે જણાવ્યું હતું કે જો ઓટોમેટેડ વેધર સ્ટેશનને આત્યંતિક તાપમાન શ્રેણી માટે માપાંકિત કરવામાં ન આવે તો તે ખોટા રીડિંગ આપી શકે છે.

અનેક વિસ્તારોમાં તાપમાન 50ની નજીક પહોંચી ગયું હતું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે ઉત્તર અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહી હતી. ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 47-48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેને ધ્યાનમાં રાખીને 1 જૂનના રોજ ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

હરિયાણાના સિરસા ખાતે 47.8 ડિગ્રી સેલ્સિયસ

ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. શુક્રવારે દિલ્હીના આયાનગરમાં 47 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સિવાય કાનપુર IAF ખાતે તાપમાન 48.2 ડિગ્રી સેલ્સિયસ, ભટિંડા એરપોર્ટ પર 47.6 ડિગ્રી સેલ્સિયસ, ઓડિશાના તિતિલાગઢમાં 46.5 ડિગ્રી સેલ્સિયસ અને હરિયાણાના સિરસા ખાતે 47.8 ડિગ્રી સેલ્સિયસ હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button