મહારાષ્ટ્ર
ધુળે ગેસ્ટ હાઉસ રૂમમાં રોકડ: મહારાષ્ટ્ર કાઉન્સિલના અધ્યક્ષે વિધાનસભા કર્મચારીને સસ્પેન્ડ કર્યા

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ ગુરુવારે ધુળેના સરકારી ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી રોકડ રકમ પકડાઈ તેના સંદર્ભમાં એક વ્યક્તિને સસ્પેન્ડ કર્યો હતો.
રાજ્ય વિધાનસભાના સેક્શન ઓફિસર કિશોર પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે રૂમ તેમના નામે બુક કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ભોપાલમાં મંડોરાના જંગલમાં બિનવારસ કારમાંથી મળ્યું બાવન કિલો સોનું અને કરોડોની રોકડ…
પાટિલ વિધાનસભા અંદાજ સમિતિના અધ્યક્ષ અર્જુન ખોતકરની સાથે હતા, જે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના વિધાનસભ્ય છે.
‘અધિકારી કિશોર પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને રૂમ નંબર 102 માંથી કરોડો રૂપિયાની વસૂલાતના કેસની તપાસ માટે એક સમિતિ બનાવવામાં આવશે,’ એમ શિંદેએ એક નિવેદનમાં જણાવ્યું હતું.