મહારાષ્ટ્ર

મોડો બ્લાઉઝ સિવવાનું ભારે પડ્યું બુટિકવાળાને, જાણો શું છે મામલો?

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના ધારાશીવ જિલ્લાની કન્ઝ્યુમર કોર્ટે એક મહિલાની ફરિયાદ પર બુટિકને રૂ. ૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો તથા ફરિયાદી મહિલાને એક બ્લાઉઝ મફતમાં બનાવી આપવાનો નિર્દેશ પણ કર્યો હતો. હકીકતમાં આ કેસ ગ્રાહકને આપેલી મુદ્દત દરમિયાન ઓર્ડર પૂરો ન કરવાનો છે.

ફરિયાદી મહિલાએ ગયા વર્ષે તે બુટિકમાં બે બ્લાઉઝ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ બુટિક દ્વારા ફક્ત એક જ બ્લાઉઝ આપવામાં આવ્યું હતું અને બીજું બ્લાઉઝનો ઓર્ડર પૂર્ણ કરવામાં બુટિક નિષ્ફળ રહી હતી. ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યૂટ્સ રિડ્રેસલ કમિશને બુટિકને બીજું બ્લાઉઝ ગ્રાહકને મફતમાં અને આ આદેશના પંદર દિવસની અંદર આપવાનો નિર્દેશ પણ કર્યો હતો.

ધારાશીવમાં સ્વાતિ કસ્તુરે નામની મહિલાએ સ્થાનિક મૈત્રિણ બુટિકમાં ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૩ના બે બ્લાઉઝનો ઓર્ડર આપ્યો હતો. કુલ બિલ રૂ. ૬,૩૦૦ની સામે સ્વાતીએ રૂ. ૩૦૦૦ એડવાન્સ ચૂકવ્યા હતા.

બંન્ને બ્લાઉઝ ૨૫મી જાન્યુઆરીએ ડિલિવર કરવાના હતા, પરંતુ તે દિવસે ફક્ત એક જ બ્લાઉઝ આપીને બીજું બ્લાઉઝ પહેલી ફેબ્રુઆરી, ૨૦૨૩ના આપવાનું કહ્યું હતું. બુટિકે તે વચન પણ પાળ્યું નહીં અને સ્વાતિના વારંવાર ફોન કરવા પર બુટિકની માલિક નેહા સંતે બરાબર જવાબ આપ્યો નહોતો.

આ પણ વાંચો :દિલ્હીમાં ભારે વરસાદઃ મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદનો વરતારો

ત્યાર બાદ સ્વાતિએ ૨૮મી એપ્રિલ, ૨૦૨૩ના પોતાના વકીલ દ્વારા બુટિકને નોટિસ ફટકારી હતી, પરંતુ નેતાએ તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ સ્વાતિએ ક્ધઝ્યુમર ફોરમમાં અરજી કરી હતી. ફોરમે નેતા સંતને સ્વાતિને થયેલા શારીરિક અને માનસિક ત્રાસ માટે રૂ. ૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો તથા ૧૫ દિવસની અંદર બીજો બ્લાઉઝ મફતમાં આપવાનો આદેશ આપ્યો હતો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button