ફડણવીસે વડા પ્રધાન પાસે શું માગ્યું?: રાજ્યને દુકાળમુક્ત કરવા ૫૦,૦૦૦ કરોડની બે યોજના…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રના શિરડીમાં આવ્યા હતા, ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની પાસેથી ₹ ૫૦,૦૦૦ કરોડની બે નદી જોડ યોજના માટે મદદ માંગી હતી.
અહેમદનગરમાં સભાને સંબોધતા ફડણવીસે કહ્યું હતું કે લગભગ 50 ટકા મહારાષ્ટ્ર દુષ્કાળગ્રસ્ત છે. સમસ્યાઓને દૂર કરવા માટે, આપણે કાયમી ઉકેલ પર કામ કરવું પડશે.
રાજ્ય સરકાર જે બે મેગા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે તેના પર વિસ્તૃત માહિતી આપતાં ફડણવીસે ક્હ્યું હતું કે કોંકણ નદીના પાણીને ગોદાવરી બેસિનમાં વાળવાની એક યોજના છે. આ પાણી મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં દુષ્કાળને દૂર કરવામાં મદદ કરી શકે છે.
તેમણે જાહેર કરેલ અન્ય મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વૈનગંગા-નલગંગા નદીને જોડવાનો પ્રોજેક્ટ હતો. “લિફ્ટ ઇરિગેશનનો ઉપયોગ કરીને ગોસીખુર્દ ડેમ (નદી વૈનગંગા) માંથી 100 TMC (હજાર મિલિયન ઘનફૂટ) પાણીને 300 કિલોમીટર લાંબી ટનલમાં પમ્પ કરવામાં આવશે જે પૂર્વ વિદર્ભના વૈનગંગાને પશ્ચિમ વિદર્ભમાં નલગંગા સાથે જોડશે. આનાથી પશ્ચિમ વિદર્ભ પ્રદેશમાં દુષ્કાળની સ્થિતિનું નિવારણ આવશે.
મરાઠવાડામાં દુષ્કાળને પહોંચી વળવા અદ્યતન તકનીકનો ઉપયોગ કરીને કોંકણ પ્રદેશમાં દરિયામાં વહેતી નદીઓના વધારાના પાણી અથવા પૂરના પાણીનો ઉપયોગ કરવાનો છે, તેમણે જણાવ્યું હતું કે દરેક પ્રોજેક્ટનો અંદાજે ખર્ચ છે 25,000 કરોડથી વધુ નો ખર્ચ.
એમ કહીને તેમણે જાહેર મંચ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને આ બંને નદી જોડ યોજના માટે મદદ કરવા અપીલ કરી હતી.