આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગૃહ વિભાગ માટે શિંદે અને ફડણવીસ વચ્ચે તિરાડ પડી શકે! ફડણવીસે આપ્યા મોટા સંકેત

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં મહાયુતી ગઠબંધનની જીત બાદ મુખ્ય પ્રધાન મુદ્દે લાંબા સમય સસ્પેન્સ રહ્યું હતું. ગઈ કાલે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મુખ્ય પ્રધાન તરીકે હતાં, ઉપરાંત શિવસેનાના એકનાથ શિંદે (EKnath Shinde) અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અજીત પવારે (Ajit Pawar) નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતાં. ત્યાર બાદ હવે ખાતાઓની ફાળવણી વિષે સસ્પેન્સ બન્યું છે. એવમાં દેવેન્દ્ર ફડણવીસે એક નિવેદનમાં ગૃહ ખાતા અંગે મોટા સંકેત આપ્યા હતાં, જેને કારણે એકનાથ શિંદે નારાજ થઇ શકે છે.

એકનાથ શિંદેના વખાણ:
દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું કે તેઓ એવા નેતા છે જે ધીરજથી નિર્ણય લે છે અને ઘણું સમજી વિચારીને જ નિર્ણય લે છે. આ ઉપરાંત તેમણે લડકી બહિન સ્કીમ શરૂ કરવાનો શ્રેય પણ એકનાથ શિંદેને આપ્યો હતો. જો કે, તેમની એક ટીપ્પણીએ ગૃહ વિભાગની માંગ કરી રહેલા એકનાથ શિંદેની ચિંતા પણ વધારી દીધી.

ગૃહ વિભાગ તો અમારું જ!
શપથ લીધા બાદ આપેલા ઈન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ગૃહ વિભાગ હંમેશા અમારી સાથે રહ્યું છે. આ રીતે દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને આ સંકેત આપ્યો હતો કે ભાજપ ગૃહ મંત્રાલય પર પોતાનો દાવો છોડશે નહીં.

નોંધનીય છે કે મુખ્ય પ્રધાન પદ બાદ ગૃહ પ્રધાનનું પદ સૌથી મહત્વનું માનવામાં આવે છે. અગાઉની એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ ગૃહ પ્રધાન હતાં. અહેવાલ મુજબ નવી સરકારમાં પણ ભાજપ ગૃહ વિભાગ પોતાની પાસે રાખવા ઈચ્છે છે. બીજી તરફ એકનાથ શિંદે હજુ પણ ગૃહ વિભાગ માટે લોબિંગમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : અજિત પવાર: ‘કાયમી નાયબ મુખ્યમંત્રી’ એ મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થાન મજબૂત કર્યું

શિંદેની અમિત શાહ સાથે મુલાકાત:
શપથ ગ્રહણ સમારોહ બાદ એકનાથ શિંદે અમિત શાહને મળ્યા હતા. અહેવાલો મુજબ આ દરમિયાન તેમણે વિભાગોની વહેંચણીમાં શિવસેનાને મહત્વ આપવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં, ફડણવીસની ટિપ્પણી મહત્વપૂર્ણ છે કે ગૃહ મંત્રાલય હંમેશા ભાજપ પાસે રહ્યું છે. એકનાથ શિંદેની સરકારમાં ડેપ્યુટી સીએમ રહીને તેઓ પોતે ગૃહ વિભાગ સંભાળતા હતા. હવે એકનાથ શિંદેનું કહેવું છે કે જો તેઓ આ જ ફોર્મ્યુલા હેઠળ ડેપ્યુટી સીએમ બની રહ્યા છે તો તેમને ગૃહ વિભાગ આપવામાં આવે.

આ તારીખ સુધીમાં બધું સ્પષ્ટ થઇ જશે:
આ સાથે દેવેન્દ્ર ફડણવીસે વિભાગોની ફાળવણી છેલ્લી તારીખ પણ આપી દીધી છે. તેમણે કહ્યું કે 16 ડિસેમ્બર સુધીમાં ફાળવણી કરવામાં આવશે. ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને અમે ઘણી બાબતો નક્કી કરી છે. કોઈ મતભેદ નથી અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button