મહારાષ્ટ્રમાં ચક્રવાત શકિત ત્રાટકવાની શકયતા, મુંબઈ સહિત અનેક જીલ્લાઓ માટે ચેતવણી જાહેર

મુંબઈ :મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ ભારતીય હવામાન વિભાગે ચક્રવાત “શક્તિ”ની ચેતવણી જાહેર કરી છે. જેમાં 4 થી 7 ઓક્ટોબર દરમિયાન ભારેથી મધ્યમ ચક્રવાતની ચેતવણી આપવામાં આવી છે. 4 થી 5 ઓક્ટોબર દરમિયાન ઉત્તર મહારાષ્ટ્ર કિનારે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે. રાજ્યના પૂર્વી વિદર્ભ અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ચક્રવાતની અસર
મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં થઈ શકે છે.
માછીમારોને દરિયો ન ખેડવા સલાહ
આ ઉપરાંત હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપી છે. કારણ કે ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે 5 ઓક્ટોબર સુધી દરિયો તોફાની રહેવાની શક્યતા છે. તેમજ વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે ઉત્તર કોંકણના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા પણ વ્યક્ત કરી છે.
ચક્રવાત શક્તિના પગલે સરકાર એલર્ટ મોડ પર
ચક્રવાત શક્તિની ચેતવણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર એલર્ટ મોડ પર છે. જેમાં સરકારે જિલ્લા વહીવટીતંત્રોએ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા સુચના આપી છે. તેમજ દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકો માટે સ્થળાંતર માટે તૈયારી કરવા જણાવ્યું છે. તેમજ લોકોને સતર્ક રહેવા માટે પણ સુચના આપી છે. તેમજ કોઈપણ સંજોગોમાં દરિયાઈ મુસાફરી ટાળવી જોઈએ અને ભારે વરસાદ દરમિયાન સલામતીના પગલાં લેવા જણાવ્યું છે.