આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં 45 સુગર ફેકટરીને તાળા મારવાનો આપ્યો આદેશ, જાણો મામલો શું છે?

શેરડીની પિલાણ સીઝન શરુ થાય એ પહેલા મહારાષ્ટ્રની સુગર ફેકટરીઓના માલિકોને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ ઝટકો આપ્યો છે. પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમના ઉલ્લંઘન બદલ CPCBએ મહારાષ્ટ્રમાં 45 સહકારી સુગર ફેક્ટરીઓને બંધ નોટીસ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ખાંડ ઉત્પાદન કરતા કુલ 190 એકમો છે, જેમાંથી હાલ 105 કાર્યરત છે. શેરડીની પિલાણ સીઝન 1લી નવેમ્બરથી શરૂ થશે. આવું પહેલીવાર બન્યું છે કે આટલી મોટી સંખ્યામાં ખાંડના એકમોને બંધ કરવાની નોટિસ આપવામાં આવી હોય.


મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB)ને લખેલા પત્રમાં CPCBના અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમની કલમ 5 હેઠળ નિયમોનું પાલન ન કરનારા ખાંડ એકમોને બંધ કરવાના નિર્દેશો જાહેર કર્યા છે.
મળતી માહિતી મુજબ કલમ 5 હેઠળ, કેન્દ્ર સરકાર પાસે કોઈપણ ઉદ્યોગ, કામગીરી અથવા પ્રક્રિયાને અટકાવવા, નિયંત્રિત કરવા અથવા પ્રતિબંધિત કરવા નિર્દેશ આપવાની સત્તા છે.


વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, CPCBને અપેક્ષા છે કે રાજ્યનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દિશાનિર્દેશોનું અમલીકરણ સુનિશ્ચિત કરશે અને એકમો બંધ કરવાની ખાતરી કરશે તથા રાજ્ય વીજ નિગમને ઉત્પાદન એકમોનો વીજ પુરવઠો કાપી નાખવા માટે કહેશે.

CPCBએ MPCBને 45 ખાંડ એકમોનું નિરીક્ષણ કરવા અને તેની ચકાસણી કરવા કહ્યું હતું, ઉપરાંત CPCB દ્વારા બહાર પડાયેલા એકમો બંધ કરવાના નિર્દેશો હેઠળ તેઓએ કામગીરી બંધ છે કે અહીં એ અંગે રિપોર્ટ કરવા જણાવ્યું છે. MPCB એ પણ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ખાંડ ઉત્પાદન એકમો 2023-24ની આગામી પિલાણ સીઝન દરમિયાન કોઈપણ સંજોગોમાં કાર્ય બંધ કરવાનો CPCB નો આદેશ રદ કર્યા પહેલા કામગીરી શરૂ કરશે નહીં.


અધિકારીએ જણાવ્યું હતું કે, MPCBને 10 નવેમ્બર, 2023 પહેલા કાર્યવાહીનો રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર રાજ્ય સહકારી સુગર ફેક્ટરી ફેડરેશનના તરફથી આ નોટિસ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.


અધિકારીએ જણાવ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે સીપીસીબીએ ખાંડના એકમોને બંધ કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ તમામ ફેક્ટરીના માલિકો રાજકીય રીતે શક્તિશાળી હોવાથી એકમોને બંધ કરાવવાનું મુશ્કેલ બનશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો