Maharashtra Assembly Polls: MVAમાં કૉંગ્રેસનો હાથ ઉપર, 102 બેઠક પર ઉમેદવાર જાહેર મુંબઈ સમાચાર
આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Maharashtra Assembly Polls: MVAમાં કૉંગ્રેસનો હાથ ઉપર, 102 બેઠક પર ઉમેદવાર જાહેર

મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં 288 બેઠક માટે 4,426 ફોર્મ ભરાયા છે અને 3,259 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. રાજ્યની ચૂંટણી 15મી ઑક્ટોબરે જાહેર કરવામાં આવી હતી અને તેનું નોટિફિકેશન 22મી ઑક્ટોબરે બહાર પાડવામાં આવ્યું હતું. જોકે તમામ પક્ષો હજુ સુધી પોતાના બધા ઉમેદવારના નામ જાહેર કરી શકી નથી. આજે છેલ્લા દિવસે પણ ઘણા ફોર્મ ભરાવાની શક્યતા છે.

Also read: હવે શાઇના એનસી શિંદે સેનામાં સામેલ, ઉમેદવારોની બંડખોરી અને રાજકીય પક્ષોના અજબ દાવ

હાલની સ્થિતિની વાત કરીએ તો મહાવિકાસ આઘાડીમાં કૉંગ્રેસે 102 બેઠક પર ઉમેદવાર જાહેર કરી પોતાનો હાથ ઉપર રાખ્યો છે. એમવીએમાં આ લખાય છે ત્યાં સુધીમાં 268 બેઠકના નામ જાહેર થયા છે જેમાંથી કૉંગ્રેસે 102, શરદ પવારની એનસીપીએ 82 અને શિવસેના યુબીટીએ 84 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

Also read: Maharashtra Election Special: રાવસાહેબ દાનવેનાં દીકરી શિંદેસેનામાં જોડાયાં

તો અજિત પવારે પણ પોતાના બે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. શિંદેસેનાના 15 ઉમેદવારની યાદીમાં ભાજપના મહિલા નેતા શાઈના એનસીનું નામ આવતા જ મહાયુતીના બે પક્ષમાં પણ ખેંચતાણ ચાલ્યાની ચર્ચા છે. ભાડુંપની બેઠક માટે પણ ભાજપ અને શિંદેસેનાનો દાવો હતો, પણ આખરે અશોક પાટીલ (શિંદેસેના)ને આ બેઠક ગઈ છે. ઉદ્ધવસેનાએ હજુ મુલુન્ડ બેઠક પર નામ જાહેર કર્યું નથી, ત્યારે આ બેઠક પર કંઈક નવાજૂનીની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Back to top button