મંત્રાલયમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે એઆઈનો ઉપયોગ કરો: મુખ્ય પ્રધાન
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે અધિકારીઓને દક્ષિણ મુંબઈમાં આવેલા રાજ્ય સચિવાલય, મંત્રાલયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો.
તેમણે મંત્રાલયના પ્રવેશ દ્વાર પર સુરક્ષા તપાસ માટે એક મજબૂત યંત્રણા બનાવવા પણ કહ્યું હતું.
ફડણવીસે મંત્રાલય ખાતે ગૃહ વિભાગ અને પોલીસ દળના વરિષ્ઠ અધિકારીઓની બેઠક દરમિયાન આ અને અન્ય સૂચનાઓ આપી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્ય વહીવટી મુખ્યાલયમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં નક્સલવાદનો અંત નજીક: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
મુખ્ય પ્રધાને અધિકારીઓને પ્રવેશ દ્વારથી જ એક મજબૂત યંત્રણા વિકસાવીને મંત્રાલયમાં સુરક્ષા મજબૂત કરવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ નિયમિતપણે સત્તાવાર કામ માટે મંત્રાલયથી વિધાન ભવન (નજીકમાં સ્થિત વિધાનસભા સંકુલ) જાય છે. વિધાનસભા સત્ર દરમિયાન, આ બંને સ્થળોએ મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આને ધ્યાનમાં રાખીને, ફડણવીસે તેમને ખાસ પાસ જારી કરવાની હાકલ કરી હતી, અધિકારીએ જણાવ્યું હતું.
મંત્રાલય અને વિધાન ભવન વચ્ચે અંડરપાસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મુખ્ય પ્રધાને સૂચના આપી હતી કે સરકારી અધિકારીઓ માટે વિધાન ભવન આવતા હોય ત્યારે અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવે.