ડોક્ટર આત્મહત્યા કેસમાં ભૂતપૂર્વ સાંસદ રણજીત નિમ્બાલકરના ઉલ્લેખ પર સીએમ ફડણવીસનો ફલટણથી સ્પષ્ટ જવાબ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ડોક્ટર આત્મહત્યા કેસમાં ભૂતપૂર્વ સાંસદ રણજીત નિમ્બાલકરના ઉલ્લેખ પર સીએમ ફડણવીસનો ફલટણથી સ્પષ્ટ જવાબ

સતારાના ફલટણ ઉપજિલ્લા હોસ્પિટલમાં મહિલા ડોક્ટરના આત્મહત્યા કેસમાં શિવસેના (ઠાકરે)ના નેતા અંબાદાસ દાનવેએ ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ રણજિત નિંબાલકરનું નામ લીધું હતું. દાનવે અને અન્ય વિરોધીઓએ કહ્યું હતું કે આત્મહત્યા કરતા પહેલા મૃતક યુવતીના પત્રમાં સતારાના સાંસદનું નામ ઉલ્લેખિત હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે આ અંગે સીધી ટિપ્પણી કરી છે.

દેવેન્દ્ર ફડણવીસ આજે સતારા જિલ્લાના ફલટણની મુલાકાતે છે. તેમણે દાવો કર્યો હતો કે કેટલાક લોકોએ તેમની મુલાકાત રદ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. અંબાદાસ દાનવેએ આજે સવારે એક્સ પર પોસ્ટ કરી હતી, જેમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મહિલા ડૉક્ટર આત્મહત્યા કેસમાં જેમના નામ આવ્યા છે તેમની સાથે મંચ પર બેસશે.

આપણ વાચો: સતારા મહિલા ડૉક્ટર આત્મહત્યા કેસ; સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ, બળાત્કાર અને સતામણીનો આરોપ

આ બાબત ફડણવીસે સ્પષ્ટ કહ્યું હતું કે, આજકાલ દરેક બાબતમાં રાજકારણ ઘુસાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે, જે નિંદનીય છે. કોઈ પણ કારણ વગર રણજીત નાઈક નિમ્બાલકર અને ધારાસભ્ય સચિન પાટિલના નામ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પણ આ મહારાષ્ટ્રનો દેવાભાઉ છે.

મને જરા સરખો પણ અંદેશો હોત તો મેં કાર્યક્રમ રદ્દ કર્યો જ હોત. આ કિસ્સામાં, હું પક્ષો, વ્યક્તિઓ કે રાજકારણ તરફ જોતો નથી. બહેનોના કિસ્સામાં તડજોડ થઇ શકે નહીં. કોઈ રાજકીય ફાયદો લેવાનો પ્રયત્ન કરશે તો તે હું સહન નહીં કરું તેઓએ કહ્યું, અમારી એક નાની બહેનનું દુઃખદ અવસાન થયું.

આપણ વાચો: હારાષ્ટ્રના નેતાઓએ મહિલા ડોક્ટરના મૃત્યુની એસઆઈટી દ્વારા સ્વતંત્ર તપાસની માગણી કરી

તેણે આત્મહત્યા કરી. તેણે પોતાના હાથ પર આત્મહત્યાનું કારણ પણ લખ્યું હતું. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી. લગભગ બધું જ સત્ય બહાર આવી રહ્યું છે. અમારી બહેનને ન્યાય અપાવ્યા વિના અમે જંપીશું નહીં.

આત્મહત્યા પહેલા લખેલી એક નોંધમાં, મહિલા ડોક્ટરે આરોપ લગાવ્યો છે કે તેમના ઉપરી અધિકારીઓ અને સાંસદોના બે ખાનગી સચિવો દ્વારા ખોટો ઓટોપ્સી રિપોર્ટ રજૂ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

આ અંગે બોલતા, અંબાદાસ દાનવેએ ભાજપના ભૂતપૂર્વ સાંસદ રણજીત નિમ્બાલકર, તેમના ભાઈ અભિજીત નિમ્બાલકર અને એનસીપીના ધારાસભ્ય સચિન પાટિલ પર આરોપ લગાવ્યો હતો.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button