મહારાષ્ટ્ર

વાતાવરણમાં ફેરબદલને કારણે 9 મહિનામાં ત્રણ હજારના મોત: અહેવાલ

નાગપૂર: વાતાવરણમાં થઇ રહેલ ફેરબદલને કારણે મોટી જાનહાની થઇ રહી છે. દેશમાં છેલ્લાં 9 મહિનામાં વાતાવરણમાં થયેલ ફેરફારને કારણે ત્રણ હજાર લોકોના મૃત્યુ થયા છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ એક અહેવાલમાં આ જાણકારી આપાવામં આવી છે.


દેશમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023આ સમયગાળા દરમીયાન મોટાભાગે ખૂબ જ તિવ્ર વાતાવરણ હતું. આ સમયગાળા દરમીયાન લગભગ 2,923 લોકોનું મૃત્યુ થયું છે. લગભગ 20 લાખ હેક્ટર પરનો પાક બગડી ગયો છે. 80 હજાર ઘરો નષ્ટ થયા હતાં. અને 93 હજાર કરતાં વધુ પ્રાણીઓના મોત થયા હતાં. આ આંકડો વધુ પણ હોઇ શકે છે. એવું આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે. બિહારમાં 642, હિમાચલમાં 365 અને ઉત્તર પ્રદેશમાં 341 લોકોનું મૃત્યુ થયું હોવાની નોંધ થઇ છે.


પંજાબામાં સૌથી વધુ પ્રાણીઓનું મોત થયું છે. હિમાચલ પ્રદેશમાં અતિવૃષ્ટીને કારણે સૌથી વધુ ઘરોનું નુકસાન થયું છે. કેરળમાં સૌથી વધુ 67 દિવસ વાતાવરણમાં બદલાવ નોંધાયો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં 60 લોકોના મોત થયા છે. તેલંગાણામાં 62 હજાર હેક્ટર કરતાં વધુ પાક ક્ષેત્ર પર પરિણામ થયો છે.


કર્ણાટકમાં લગભગ 11 હજારથી વધુ ઘરો જમીનદોસ્ત થયા છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરા ખંડ અને રાજસ્થાનને પણ વાતાવરણમાં થયેલ ફેરબદલનો મોટો ફકટો પડ્યો છે. આસામમાં તીવ્ર હવામાનને કારણે 102 દુર્ઘટનાઓની નોંધ થઇ છે. જ્યારે 48 હજાર હેક્ટરથી વધુ ક્ષેત્રફળનો પાક ખરાબ થયો છે. નાગાલેન્ડમાં 1900 ઘરો જમીનદોસ્ત થયા છે. ફેબ્રુઆરી મહિનો છેલ્લાં 122 વર્ષનો સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો.

નવ મહિનાના 273 દિવસોમાંથી 176 દિવસ વિજળી પડવી અને વાદળને કારણે દેશમાં અલગ અલગ જગ્યાએ દુર્ઘટનાઓ થઇ છે. જેમાં 711 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ મોત બિહારમાં થયા છે. અતિવૃષ્ટી, પૂર અને ભૂસ્ખલનને કારણે પણ ભારે નૂકસાન થયું છે. જેમાં 1900થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button