મહારાષ્ટ્ર
ચોરીના કેસમાં ફરાર આરોપી 31 વર્ષ બાદ લાતુરથી પકડાયો

લાતુર: લાતુર શહેર પોલીસે ચોરીના કેસમાં 31 વર્ષથી ફરાર 58 વર્ષના આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.
આરોપીની ઓળખ દીપક નિવૃત્તિ કાંબળે તરીકે થઇ હતી, જે તેના બે સાથીદાર સાથે ફેબ્રુઆરી, 1994માં ઝિનત સોસાયટીમાં ફરિયાદી દત્તુ બાબુ નવઘાનના ઘરમાં ઘૂસ્યો હતો અને 24 સાડી, 11 હજારની રોકડ તથા અન્ય મતા ચોરી ફરાર થયો હતો.
આપણ વાચો: અમરેલી LCB ટીમે 25 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપ્યો
આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસ મુખ્ય આરોપી દીપક કાંબળેની શોધ ચલાવી રહી હતી. તાજેતરમાં પોલીસને માહિતી મળી હતી કે વિલાસનગરનો રહેવાસી કાંબળે પાછો આવ્યો છે અને આ જ વિસ્તારમાં રોકાયો છે.
આથી પોલીસે સોમવારે છટકું ગોઠવ્યું હતું અને કાંબળેની ધરપકડ કરી હતી. કાંબળેને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી. (પીટીઆઇ)



