આમચી મુંબઈમહારાષ્ટ્ર

સિનિયર સિટિઝન્સ માટે મુખ્ય પ્રધાન તીર્થદર્શન યોજનાનો આદેશ બહાર પડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકાર હવે લોકોને ભગવાનના દર્શન કરાવવા જઈ રહી છે. પાત્ર વ્યક્તિના પ્રવાસ, રહેઠાણ અને ભોજનનો ખર્ચ સરકાર ઉઠાવશે. માત્ર રાજ્યના જ નહીં પરંતુ અન્ય રાજ્યના તીર્થસ્થાનોની પણ મુલાકાત લઈ શકાય છે. આ મહત્વની યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવ્યા બાદ ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. હવે ‘મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો સરકારી આદેશપત્ર (જી.આર.) બહાર પાડવામાં આવ્યો છે. તેમાં આ યોજનાના નિયમો, શરતો, ઉંમર વગેરેની પ્રાથમિક માહિતી આપવામાં આવી છે. જેમાં રાજ્યના 66 યાત્રાધામોનો સમાવેશ થાય છે

રાજ્યના કુલ 66 યાત્રાધામોનો મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં મુંબઈના સિદ્ધવિનાયક મંદિર, મહાલક્ષ્મી મંદિર, ચૈત્યભૂમિ, માઉન્ટ મેરી ચર્ચ, મુંબાદેવી, વાલકેશ્ર્વર મંદિર, ગોરાઈ ખાતેનું વિશ્વ વિપશ્યના પેગોડા, શિરડી ખાતેનું સાઈ મંદિર, પંઢરપુર અને રાજ્યના અન્ય ઘણા મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે.

આ સાથે જમ્મુ કાશ્મીર, દિલ્હી, ઉત્તરાખંડ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિસા, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ જેવા અન્ય રાજ્યોના મુખ્ય મંદિરોને પણ સામેલ કરવામાં આવ્યા છે.
મુખ્ય મંત્રી તીર્થ દર્શન યોજના 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ માટે છે. નિર્ધારિત તીર્થસ્થળોમાંથી એકની મુલાકાત લેવાનો યાત્રાળુઓનો અધિકાર

આ પણ વાંચો : ગણેશોત્સવમાં મળશે ‘આનંદાચા શિધા’: એકનાથ શિંદેનો મોટો નિર્ણય

મુસાફરી ખર્ચની માથાદીઠ મર્યાદા મહત્તમ 30 હજાર છે જેમાં ભોજન, રહેઠાણ વગેરેનો સમાવેશ થાય છે. લાભ મેળવવા માટે કુટુંબની આવક 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ. જે પરિવારના સભ્યો વિધાનસભ્ય કે સાંસદ છે તેમને આ યોજનાના લાભ નહીં મળે. ટ્રેક્ટર સિવાય જો અન્ય કોઈ ફોર વ્હીલર વાહનો હશે તો આ યોજનાનો લાભ મળશે નહીં.
મહારાષ્ટ્રના ક્યા યાત્રાધામો માટે મળશે લાભ

  1. સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ, 2. મહાલક્ષ્મી મંદિર, મુંબઈ, 3. ચૈત્યભૂમિ, દાદર-મુંબઈ, 4. માઉન્ટ મેરી ચર્ચ (બાંદ્રા) મુંબઈ, 5. મુંબાદેવી મંદિર, મુંબઈ, 6. વાલકેશ્ર્વર મંદિર, મલબાર હિલ-મુંબઈ, 7. વિશ્ર્વ વિપશ્યના પેગોડા, ગોરાઈ-મુંબઈ, 8. ચર્ચ ઓફ અવર લેડી ઓફ હેલ્થ, મુંબઈ 9. સેન્ટ એન્ડ્રયુ ચર્ચ, મુંબઈ, 10. સેટ જાન ધ બેપ્ટિસ્ટ ચર્ચ, સીપ્ઝ ઈન્ડસ્ટ્રીયલ એરિયા, અંધેરી-મુંબઈ, 11. સેન્ટ જોન ધ બેપ્ટિસ્ટ ચર્ચ, મરોલ-મુંબઈ, 12. ગોડીજી પાર્શ્ર્વનાથ મંદિર, મુંબઈ, 13. નેસેટ એલિયાહુ, મુંબઈ 14. શાર હરહમીમ સિનાગોંગ, મસ્જિદ બંદર-મુંબઈ, 15. મેગેન ડેવિડ સિનાગોંગ, ભાયખલા-મુંબઈ 16. સેન્ટ જોન ધ બેપ્ટિસ્ટ ચર્ચ, થાણે, 17. અગ્યારી / અગ્નિ મંદિર, થાણે 18. મયુરેશ્વર મંદિર, મોરગાંવ-પુણે, 19. ચિંતામણિ મંદિર, થેઉર પુણે 20. ગિરિજાત્મજ મંદિર, લેણ્યાદ્રી પુણે 21. મહાગણપતિ મંદિર, રાંજણગાંવ પુણે 22. ખંડોબા મંદિર, જેજુરી પુણે 23. સંત જ્ઞાનેશ્વર સમાધિ મંદિર, આલંદી પુણે 24. ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર, પુણે 25. સંત તુકારામ મહારાજ સમાધિ મંદિર, દેહુ પુણે 26. સંત ચોખામેળા સમાધિ, પંઢરપુર સોલાપુર 27. સંત સાવતમાળી સમાધિ મંદિર, સોલાપુર 28. વિઠોબા મંદિર, પંઢરપુર 29. શિખર શિંગણાપુર સાતારા 30 મહાલક્ષ્મી મંદિર, કોલ્હાપુર 31. જોતિબા મંદિર કોલ્હાપુર 32. જૈન મંદિર, કુંભોજ કોલ્હાપુર 33. રેણુકા દેવી મંદિર, માહુર નાંદેડ 34. ગુરુ ગોવિદ સિંહ સમાધિ, હઝુર સાહિબ, નાંદેડ 35. ખંડોબા મંદિર, માલેગાંવ 36. શ્રી સંત નામદેવ મહારાજ દેવસ્થાન, નાંદેડ 37. તુળજા ભવાની મંદિર, તુળજાપુર ધારાશિવ 38. સંત એકનાથ સમાધિ, પૈઠણ છત્રપતિ સંભાજીનગર 39. ઘૃષ્ણેશ્વર જ્યોતિલિંગ મંદિર, વેરુળ-છત્રપતિ સંભાજીનગર 40. જૈન સ્મારકો, ઈલોરા ગુફાઓ, છત્રપતિ સંભાજીનગર, 41. વિઘ્નેશ્વર મંદિર, ઓઝર-નાસિક 42. સંત નિવૃત્તિનાથ સમાધિ, ત્ર્યંબકેશ્ર્વર 43. ત્ર્યંબકેશ્ર્વર શિવ મંદિર, ત્ર્યંબકેશ્ર્વર નાસિક 44. ફેરી નાસિક 45. સપ્તશૃંગી મંદિર, વણી નાસિક 46. કાલારામ મંદિર નાશિક 47. જૈન મંદિરો, માંગી-તુંગી નાસિક 48. ગજપંથ નાસિક 49. સંત સાંઈબાબા મંદિર, શિરડી 50. સિદ્ધિવિનાયક મંદિર, સિદ્ધટેક-અહમદનગર 51. શનિ મંદિર, શનિ શિંગણાપુર, અહમદનગર 52. શ્રીક્ષેત્ર ભગવાનગઢ, પાથર્ડી અહેમદનગર 53. બલ્લાલેશ્ર્વર મંદિર, પાલી રાયગઢ 54. સંત ગજાનન મહારાજ મંદિર, શેગાંવ બુલઢાણા 55. એકવીરા દેવી, પુણે 56. શ્રી દત્ત મંદિર, ઔદુમ્બર સાંગલી 57. કેદારેશ્ર્વર મંદિર બીડ 58. વૈજનાથ મંદિર, પરલી બીડ 59 પાવસ રત્નાગીરી 60. ગણપતિપુળે રત્નાગીરી 61. મારલેશ્ર્વર મંદિર રત્નાગીરી 62. મહાકાલી દેવી, ચંદ્રપુર 63. શ્રી કાળેશ્વરી ઉર્ફે કાલુબાઈ મંદિર સતારા 64. અષ્ટદશભુજ (રામટેક) નાગપુર 65. દીક્ષાભૂમિ નાગપુર 66. ચિંતામણિ (કળંબ) યવતમાળ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…