રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ‘મુખ્યમંત્રી તબીબી સહાય ભંડોળ સેલ’ શરૂ કરાશે
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ ચાલતા ‘મુખ્યમંત્રી તબીબી સહાય ભંડોળ સેલ’ મહારાષ્ટ્રમાં જરૂરતમંદ દર્દીઓને આરોગ્યસંભાળ સેવાઓ અને નાણાંકીય સહાય પૂરી પાડવા માટે કાર્યરત છે. દર્દીઓ અને તેમના સંબંધીઓ દ્વારા આ કક્ષમાં સબમિટ કરાયેલી અરજીઓનો ફોલોઅપ લેવા માટે મંત્રાલયમાં આવે છે. આ સેવાઓ નાગરિકોને તેમના પોતાના જિલ્લામાં સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે, રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ‘મુખ્યમંત્રી સહાયતા કોષ’ શરૂ કરવામાં આવશે. આ સંદર્ભમાં બાવીસ જાન્યુઆરી, 2025 ના રોજ એક સરકારી નિર્ણય જારી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી, નાગરિકો પોતાના જિલ્લામાં મુખ્યમંત્રી રાહત ભંડોળના કેસોની માહિતી મેળવી શકશે. આનાથી નાગરિકોનો સમય અને નાણાંનો બગાડ ટાળવામાં મદદ મળશે. આ સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ રાહત ભંડોળ સેલ વધુ સુલભ અને પેપરલેસ બની રહ્યું છે.
Also read: મુખ્યમંત્રી Eknath Shindeની તબિયત બગડી; તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા
જરૂરતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને ખર્ચાળ તબીબી સારવાર માટે નાણાકીય સહાય મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ બનાવવામાં આવશે અને આ પ્રક્રિયા માટે મંત્રાલયમાં આવવાની જરૂર રહેશે નહીં. રાજ્ય સરકારની આ પહેલ રાજ્યમાં આરોગ્યસંભાળને વધુ કાર્યક્ષમ અને જનતાલક્ષી બનાવાશે.