મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કમિશનરે વહીવટીતંત્રે આચારસંહિતા બાબતે માર્ગદર્શક નોટિફીકેશન બહાર પાડ્યું

મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કમિશનરની કચેરી દ્વારા બુધવારે રાજ્યના કલેકટરો, ઝોનલ કમિશનર, જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મંત્રાલયના દરેક વિભાગના સચિવને એક પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં આખા વહીવટી તંત્રને ચુંટણી આચારસંહિતા પાલન અંગેના કેન્દ્રીય ચૂંટણી પંચે બહાર પાડેલા આઠ નોટિફિકેશનનુ પાલન કરવાનો નિર્દેશ આપતાં જણાવવામાં આવ્યું હતું કે આચારસંહિતા લાગુ થતાં તરત જ વહીવટીતંત્રે સક્રિય થઈ જવું.

ચૂંટણી આચારસંહિતાનો અમલ કરવા માટેના આદેશમાં વાહનોના ઉપયોગ, પ્રધાનોની મુસાફરી, ચૂંટણી ઢંઢેરા, મહત્વના દિવસો, ચૂંટણી પ્રચાર દરમિયાન લેવાની સાવચેતી, ચૂંટણીમાં જાહેરાતોની પ્રસિદ્ધિ વગેરે માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત વહીવટી અધિકારીઓને સરકારની વિવિધ વેબસાઈટ પરથી આચારસંહિતાના કાર્યકાળ દરમિયાન પ્રધાનો (રાજકીય નેતા)ના ફોટા હટાવવા પણ જણાવવામાં આવ્યું છે.