Shivaji Maharaj Anniversary: દેવેન્દ્ર ફડણવીસે શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી મેનેજમેન્ટ ગુરુ ગણાવ્યા…

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને દેવેન્દ્ર ફડણવીસે આજે છત્રપતિ શિવાજી મહારાજને તેમની 395મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને ‘મેનેજમેન્ટ ગુરુ’ અને કલ્યાણકારી રાજ્ય ચલાવવાનું ઉદાહરણ બેસાડનારા સક્ષમ પ્રશાસક તરીકે બિરદાવ્યા હતા. શિવાજી મહારાજે સ્વરાજ્યની સ્થાપના જ નહીં પણ રાષ્ટ્રીય ગૌરવની ભાવના પણ પ્રગટ કરી હતી. યોદ્ધા શિવાજી મહારાજનો જન્મ 19મી ફેબ્રુઆરી, 1630ના રોજ જિલ્લાના જુન્નર તહેસીલમાં થયો હતો.
ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારે શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી, જેમાં શિવનેરી કિલ્લામાં પારણું સમારોહનો સમાવેશ થાય છે, કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં અનુયાયીઓ એકઠા થયા હતા.
ફડણવીસે કહ્યું હતું કે શિવનેરીની ભૂમિ પર પગ મૂકવાથી સ્વરાજ્યની પ્રેરણા મળે છે અને આ જ ભાવના લોકોને વારંવાર આ સ્થાન પર લાવે છે. અનેક રાજાઓ જ્યારે મોગલ શાસન સ્વીકાર્યું હતું ત્યારે જિજામાતાએ શિવાજી મહારાજને એક એવા નેતા તરીકે કલ્પના કરી હતી કે તે શોષણ અને અત્યાચારનો અંત લાવશે અને લોકોને સ્વરાજ્ય તરફ દોરી જશે, એવું તેમણે કહ્યું હતું.
બાદમાં, તાજેતરમાં એક અભિનેતા દ્વારા યોદ્ધા રાજા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગેના પ્રશ્નના જવાબમાં, ફડણવીસે કહ્યું, જે લોકો શિવાજી મહારાજનું અપમાન કરવાનો પ્રયાસ કરે છે તેમને તેમનું વાસ્તવિક સ્થાન બતાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અભિનેતા રાહુલ સોલાપુરકરે શિવાજી મહારાજ વિશે ટિપ્પણી કરીને વિવાદ ઊભો કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શિવનેરી કિલ્લા ખાતે પોતાના ભાષણમાં કહ્યું હતું કે મરાઠા રાજાના જન્મસ્થળ શિવનેરીના પુનઃસ્થાપન કાર્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના આ બધા કિલ્લા પ્રેરણાના સ્થળો છે અને આપણે તેમાંથી શક્તિ અને ઉર્જા મેળવીએ છીએ, અને રાજ્ય સરકાર તેમના પુનઃસ્થાપન પર વિશેષ ધ્યાન આપી રહી છે, એવું તેમણે કહ્યું હતું. શિંદેએ કહ્યું હતું કે યુવાનો માટે ઘણા આદર્શો છે, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ આવનારી પેઢીઓ માટે સૌથી મહાન આદર્શ રહેશે.
આ પણ વાંચો : છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે વિક્કી કૌશલે રાયગઢ કિલ્લાની લીધી મુલાકાત, તસવીરો વાઈરલ…
મંદિરો કરતાં મહારાજના કિલ્લાઓનાં સંરક્ષણ પર ભાર મૂક્યો
શિવાજી મહારાજના કિલ્લાઓનાં સંરક્ષણ કરવાના પર ફડણવીસે ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે તેમનું મહત્ત્વ કિલ્લાઓ કરતાં પણ વધારે છે. અમે તમામ અવરોધો દૂર કરીને આ કિલ્લાઓનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી રહ્યા છીએ.
આ બધી જગ્યાએથી અતિક્રમણોને દૂર કરવા માટે એક ટાસ્ક ફોર્સ પણ બનાવવામાં આવી છે. ગમે તે થાય, પણ એ અતિક્રમણોને દૂર કરવામાં આવશે, એવું તેમણે ભારપૂર્વક કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલી પહેલ હેઠળ મહારાષ્ટ્રના 12 કિલ્લાઓને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટ દરજ્જા માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
અમારી પાસે હાલમાં કોઇ મનોરંજન કર નથી
શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજના જીવન પર આધારિત વિક્કી કૌશલ અભિનિત ફિલ્મ છાવાને મહારાષ્ટ્રમાં કરવાની માગ પર ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકારે 2017માં ફિલ્મ ટિકિટ પર મનોરંજન કર નાબૂદ કરી દીધો છે.