Maharashtra Fire: છત્રપતિ સંભાજીનગરમાં મોજાની ફેક્ટરીમાં ભીષણ આગ: 6ના મોત
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મોજા બનાવતી એક ફેક્ટરીમાં ગત મોડી રાતે ભીષણ આગ લાગી હતાં. આ આગને કારણે છ લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તનોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છત્રપતિ સંભાજીનગરમાં હાથના મોજા બનાવતી ફેક્ટરીમાં રવિવારે મોડી રાતે આગ લાગી હતી. સ્થાનીકો દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ વાલજ એમઆઇડીસીમાં આવેલ એક એક બિલ્ડીંગમાં મોજા બનાવવાની ફેક્ટરી છે. આ ફેક્ટરીમાં આગ લાગતાં અહીં છ કર્મચારીઓ ફંસાયા હતાં.
આ ફેક્ટરી છત્રપતિ સંભાજીનગરના વાલજ એમઆઇડીસી વિસ્તારમાં આવેલ રિયલ સનશાઇન કંપનીમાં આ આગ લાગી હતી, સ્થાનીકોએ આ અંગેની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરી હતી. ઉપરાંત છ લોકો આગમાં ફસાયા હોવાની જાણ પણ સ્થાનીકોએ જ કરી હતી.
આ ફેક્ટરીમાં ફસાયેલા 6 લોકોના મોત થયા હોવાની જાણકારી પોલીસ સૂત્રોમાંથી મળી રહી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ ઇજાગ્રસ્તોને છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની બે થી ત્રણ ગાડીઓ ઘટના સ્થળે દાખલ થઇ હતી. અહીં મોટી સંખ્યામાં પોલીસ પણ હાજર હતી. હાલમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે કંપનીમાં આગ લાગી હતી તે કંપની કોટનના મોજા બનાવે છે.
આગ લાગતાં એ વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી. લોકો બૂમો પાડી રહ્યા હતાં અને ઘણાં લોકો પોતાના સગાવ્હાલાને બચાવવા માટે મદદ માંગી રહ્યાં હતાં. કંપનીમાં ફસાયેલા છ લોકોમાંથી ચારની ઓળખ થઇ ગઇ છે. જેમાં ભુલ્લા શેખ (65), કૌસર શેખ (26), ઇકબાલ શેખ (26) અને મગરુફ શેખ (25)નો સમાવેશ છે. કંપનીમાં કામ કરતાં અન્ય લોકોએ જણાવ્યું કે, રાતે કંપની બંધ હતી અને આ તમામ લોકો કંપનીની અંદર સૂતા હતાં.
જ્યારે આગ લાગી ત્યારે આ ફેક્ટરીમાં 10-15 લોકો હતાં. કેટલાકં લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતાં. પણ કેટલાંક ફસાઇ ગયા હતાં. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી અને ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતાં. અને કાલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શક્યા હતાં.