છત્રપતિ સંભાજીનગરમાં કાર ઊંધી વળતાં ત્રણનાં મોત, બે ઘાયલ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

છત્રપતિ સંભાજીનગરમાં કાર ઊંધી વળતાં ત્રણનાં મોત, બે ઘાયલ

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ડિવાઇડર સાથે ટકરાયા બાદ કાર ઊંધી વળતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય બે જણ ઘવાયા હતા.

છત્રપતિ સંભાજીનગર-જળગાંવ હાઇવે પર ફુલાંબરી તહેસીલના બિલદા ગામ નજીક મંગળવારે રાતે 11 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.

આપણ વાંચો: ભાયંદર નજીક ક્ધટેઈનર સાથે ટકરાયા પછી ટૅન્કર ખાડીમાં પડ્યું: ડ્રાઈવરનું મોત

પાંચ મિત્રો મંગળવારે રાતે કારમાં જઇ રહ્યા હતા ત્યારે તે માર્ગમાં ડિવાઇડર સાથે ટકરાઇ હતી અને બાદમાં ઊંધી વળી ગઇ હતી. કારમાં હાજર પાંચમાંથી ત્રણ જણના ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જેમની ઓળખ સૈયદ મારુફ (18), અરફાત બગવાન (20) અને રેહાન સૈયદ તરીકે થઇ હતી. ત્રણેય જણ સ્થાનિક રહેવાસી હતા.

અકસ્માતમાં ઘવાયેલા અન્ય બે જણને ફુલાંબરી પોલીસે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button