છત્રપતિ સંભાજીનગરમાં કારે અડફેટમાં લેતાં વૃદ્ધનું મોત: ચાર ઘાયલ

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં કારે અડફેટમાં લેતાં 70 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે મહિલા સહિત ચાર જણને ઇજા પહોંચી હતી.
સિડકો વિસ્તારમાં ગણપતિ મંદિર નજીક શુક્રવારે સવારે 9.15 વાગ્યે આ અકસ્માત થયો હતો અને પોલીસે બાદમાં કારના ડ્રાઇવરને તાબામાં લીધો હતો.
એમઆઇડીસી સિડકો પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પૂરપાટ વેગે આવી રહેલી કારે પાંચ જણને ટક્કર મારી હતી, જેમાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ ગુણાજી શેવાળે તરીકે થઇ હતી, જે નજીકના મંદિરમાં વોચમેન તરીકે કામ કરતો હતો.
આ પણ વાંચો: ટ્રાફિકનું નિયમન કરતા ડેપ્યુટી કમિશનરને રિક્ષાએ અડફેટે લીધા: ડ્રાઈવરની ધરપકડ…
ઘાયલોમાંથી 40 વર્ષની મહિલા સહિત બે જણને ખાનગી હોસ્પિટલમાં, જ્યારે બાકીના બે જણને ચિકલથાના વિસ્તારની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
અકસ્માત બાદ કારનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે તેને શોધી કાઢ્યો હતો. ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આયો હતો.
(પીટીઆઇ)