મહારાષ્ટ્ર

છગન ભુજબળ, ઓબીસી નેતા જેમણે મહારાષ્ટ્રના રાજકારણમાં પરિવર્તનો વચ્ચે પોતાનું સ્થાન અકબંધ રાખ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અનુભવી નેતા છગન ભુજબળે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા તોફાનોનો સામનો કર્યો છે, પરંતુ તેઓ સુસંગત રહેવામાં સફળ રહ્યા છે અને રાજ્યના પ્રધાન મંડળમાં સૌથી વૃદ્ધ પ્રધાન તરીકે સામેલ થયા છે. એક અગ્રણી ઓબીસી નેતા ભુજબળની રાજકીય કારકિર્દી ઘણા દાયકાઓ સુધી ચાલેલી અને ઘટનાઓથી ભરપૂર રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં પરિવર્તનો વચ્ચે પણ તેમણે પોતાનું સ્થાન અકબંધ રાખ્યું છે.

15 ઓક્ટોબર, 1947ના રોજ નાસિકમાં જન્મેલા ભુજબળની રાજકીય કારકિર્દી 1980ના દાયકામાં શિવસેનાથી શરૂ થઈ હતી, 1986 અને 1990માં મઝગાંવ વિધાનસભા બેઠક (મુંબઈ) જીતી હતી.

તેમણે 1990થી 1991 સુધી મુંબઈના મેયર તરીકે સેવા આપી હતી, વક્તા તરીકે પ્રતિષ્ઠા બનાવી, અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે પ્રત્યેની તેમની પ્રારંભિક વફાદારીએ પક્ષમાં તેમનો ઉદય થયો હતો.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં છગન ભુજબળનો પ્રધાનમંડળમાં સમાવેશ

શિવસેનાના નેતા તરીકે તેમણે મુંબઈમાં મહાત્મા ગાંધીની હત્યાના મુખ્ય આરોપી નથુરામ ગોડસેની પ્રતિમા બનાવવાની માગણી કરી હતી.

ભુજબળે 1991માં શિવસેના છોડી દીધી હતી, કારણ કે તેમણે મંડળ કમિશનની ભલામણોના અમલ સામે ઠાકરેના કથિત વિરોધનો ઉલ્લેખ કર્યો હતો અને 1999 સુધીમાં તેઓ શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે જોડાણ કર્યું હતું.

તેમણે 1999થી 2003 સુધી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી, જેમાં તેમણે ઓબીસી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. એનસીપીમાં તેમના સ્થળાંતરથી ઓબીસીમાં તેમનો પ્રભાવ મજબૂત થયો હતો, જોકે ભૂતપૂર્વ સાથી પક્ષો તરફથી તેની ટીકા થઈ હતી.

આ પણ વાંચો: દેશવ્યાપી જાતિ વસ્તી ગણતરી કરો: છગન ભુજબળ

2000ના દાયકાની શરૂઆતમાં તેલગી સ્ટેમ્પ પેપર કૌભાંડને કારણે 2003માં ભુજબળે નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.

તે સમયે, તેમણે એવો દાવો કર્યો હતો કે પવારે કોઈ ઔપચારિક આરોપો ન હોવા છતાં તેમના પર પદ છોડવાનું દબાણ કર્યું હતું.

આ વિવાદે પવાર સાથેના તેમના સંબંધોમાં તણાવ પેદા કર્યો હતો, જેના કારણે તેઓ પાછળથી અજિત પવારના જૂથમાં જોડાયા હતા.

જોકે, 2013માં ભુજબળની કારકિર્દી નીચે ગઈ હતી, જ્યારે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનના બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા અને મહારાષ્ટ્ર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: શરદ પવારે મારું રાજીનામું લેવામાં ઉતાવળ કરી..! છગન ભુજબળ

રાજ્યના દિલ્હી ગેસ્ટ હાઉસના બાંધકામમાં નાણાકીય ગેરરીતિના આરોપમાં તેમને 2016માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, અને તેમણે કાયદાનો ‘પ્રથમ ભોગ’ હોવાનો દાવો કરીને બે વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો હતો અને 2018માં જામીન પર મુક્ત થયા હતા.

2023માં ભુજબળની વફાદારી ફરી બદલાઈ ગઈ જ્યારે તેઓ શરદ પવાર દ્વારા સ્થાપિત પક્ષમાં વિભાજન પછી અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીમાં જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનનો ભાગ બન્યા હતા.

તેમણે પવાર સિનિયર પ્રત્યેના અસંતોષનો ઉલ્લેખ કર્યો હતો, ખાસ કરીને તેલગી કૌભાંડ અંગે, અને એવો દાવો કર્યો હતો કે બાદમાં 2003માં તેમને રાજીનામા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, જોકે તેમની સામે કોઈ આરોપો મૂકવામાં આવ્યા ન હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર કૅબિનેટમાંથી છગન ભુજબળને બાકાત રાખવાનો મુદ્દો એનસીપીનો આંતરિક મુદ્દો: ભરત ગોગાવલે

2024માં, નાસિકના યેવલામાં પ્રભુત્વ ધરાવતા ભુજબળે મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેની ઓબીસી હેઠળ અનામતની માગણીનો વિરોધ કર્યો હતો.

જરાંગેએ બધા મરાઠાઓને ઓબીસી લાભો મેળવવા માટે કુણબી પ્રમાણપત્રોની માગણી કરી હતી, જેના કારણે ભુજબળે આ પગલાનો પ્રતિકાર કરવા માટે સમુદાયના નેતાઓ સાથે રેલીઓ અને બેઠકોનું આયોજન કર્યું હતું.

‘મરાઠાઓને ક્યારેય ઓબીસી ક્વોટા હેઠળ અનામત મળશે નહીં,’ એમ તેમણે કહ્યું હતું અને મરાઠાઓ માટે ‘પાછલા દરવાજા’ની એન્ટ્રી પર પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો.

જરાંગેએ ભુજબળ પર તણાવ વધારવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો કે તેમની ભાષા બે સમુદાયો વચ્ચે અથડામણો ઉશ્કેરે છે.

ભુજબળે જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી કરી હતી, મરાઠાઓને અલગ અનામત મળે તેવો આગ્રહ રાખ્યો હતો, જે 2024માં 10 ટકા મરાઠા ક્વોટા બિલ માટેના તેમના સમર્થનમાં જોવા મળે છે.

ડિસેમ્બર 2024માં દેવેન્દ્ર ફડણવીસ મંત્રીમંડળમાંથી પીઢ નેતાની બાકાત રાખવાથી ઓબીસી કાર્યકરો દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા તે પણ ઉલેખનીય છે.

આ બાદબાકીએ તેમના આગામી પગલા અંગે અટકળોને વેગ આપ્યો, જેમાં કેટલાકે શરદ પવારના જૂથમાં પાછા ફરવા અથવા ભારતીય જનતા પાર્ટીમાં સ્થળાંતર કરવાનું સૂચન કર્યું.

ભુજબળ દ્વારા ઓબીસી અનામતની હિમાયત કરવાથી તેમની રાજકીય ઓળખ ઘડાઈ છે. જરાંગેની માંગણીઓના તેમના વિરોધથી ઓબીસી મતદારોમાં તેમનો ટેકો મજબૂત થયો, પરંતુ મરાઠા સમુદાયો વિરોધમાં આવી ગયા, જેના કારણે 2024માં યેવલામાં તેમની પુન:ચૂંટણી પર અસર પડી હતી.

મતદારોને એકત્ર કરવાની અને મહારાષ્ટ્રની જાતિગત ગતિશીલતામાં નેવિગેટ કરવાની તેમની ક્ષમતા તેમને વિવાદો છતાં રાજકારણમાં સ્થાન જાળવી રાખવામાં મદદ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button