આમચી મુંબઈમહારાષ્ટ્ર

ડોંબિવલી સ્ટેશને ટ્રેનમાં ચઢવા જતા મહિલા બની ટ્રેન અકસ્માતનો શિકાર, પછી…

મુંબઈ: મધ્ય રેલવેમાં ટ્રેનોના ધાંધિયા વચ્ચે વધતા અકસ્માતો ચિંતાનું કારણ છે. અઠવાડિયાના પહેલા દિવસે ટ્રેન પકડવાના ચક્કરમાં ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. જોકે, અકસ્માતની ગણતરીની સેકન્ડમાં પ્રવાસીઓ, રેલવે કર્મચારીઓને સતર્કતાને બચાવી લેવામાં આવી હતી.

આ પણ વાંચો : મેટ્રો-૧માં ભીડ અપરંપાર, છતાં કંપની ખોટમાં કેમ?

મધ્ય રેલવેના ડોંબિવલી સ્ટેશને આજે સવારે આ બનાવ બન્યો હતો. પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે રહેલી જગ્યામાંથી પાટા પર પડી ગયેલી 28 વર્ષીય મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્રવાસીઓએ તાત્કાલિક મોટરમેનને સતર્ક કરતા મોટરમેને ઇમરજન્સી ચેઇન ખેંચી (ACP) લેતા ટ્રેન તરત અટકી ગઈ હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આજે સવારે 8:50 વાગ્યે ભીડના સમયે માનસી કિર ઉપનગરીય ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. રેલવે પોલીસ ઈન્સ્પેક્ટર કિરણ ઉન્દ્રેએ જણાવ્યું હતું કે ‘ડેપ્યુટી સ્ટેશન ઓફિસર અનિમેષ કુમાર અને રેલવે સિક્યુરિટી ફોર્સના સભ્ય ભાવના સિંહે મુસાફરો સાથે મળીને 15-20 મિનિટ સુધી ચાલેલા બચાવ કાર્યમાં માનસીને પાટા પરથી ખેંચી લીધી હતી.

આ પણ વાંચો : હવે મુંબઈથી મહાકાલેશ્વર જવાનું બનશે સરળ, રેલવેએ મંજૂર કર્યો સૌથી ટૂંકા માગર્નો પ્રોજેક્ટ…

બચાવ કામગીરી ઝડપથી પાર પડે એ માટે ટ્રેનનો ભાર ઘટાડવા માટે કેટલાક ડબ્બામાંથી મુસાફરો નીચે ઉતર્યા હતા. માનસી કિરને માત્ર નજીવા ઉઝરડા પડ્યા હતા અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.’ આ ઘટનાનો એક વીડિયો ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
(પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance…