મહારાષ્ટ્ર

Viral Video: ડ્રાઈવરે પાર્કિંગમાં ભૂલથી રિવર્સ ગિયર નાખતા કાર નીચે પડી

પુણેઃ મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. કારના ડ્રાઈવરે ભૂલથી પહેલા માળના પાર્કિંગમાં કાર પાર્ક કરતી વખતે રિવર્સ ગિયર લગાવી દીધું હતું. જેના કારણે કાર પહેલા માળની દિવાલ તોડીને નીચે પડી હતી. હવે આ ઘટનાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આખી ઘટના જોઈ શકાય છે.

આ સમગ્ર ઘટના પુણેના વિમાનનગર વિસ્તારના શુભા એપાર્ટમેન્ટમાં બની છે. મળતી માહિતી મુજબ કાર પાછળની દીવાલ અડીને ઊભી રાખી હતી. ત્યારે ડ્રાઇવરે ભૂલથી ફર્સ્ટ ગિયરને બદલે રિવર્સ ગિયર લગાવી દીધું હતું. જેના કારણે કાર પાછળની દીવાલ તોડીને નીચે પડી હતી.

https://twitter.com/itspunenow/status/1881976320688865660

કારની નીચે પડતા જ નજીકમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢ્યો હતો, જે સમયે કાર પહેલા માળેથી નીચે પડી તે સમયે નીચેથી એક સફેદ રંગની કાર પણ પસાર થઇ હતી.

Also read: પુણેના પાલક પ્રધાન કોણ અજિત પવાર કે ચંદ્રકાંત પાટીલ?

જો સફેદ રંગની કાર જો ત્યારે જ બરાબર નીચેથી પસાર થઇ હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ નહોતી. જોકે, કારના ડ્રાઈવર અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ આ દુર્ઘટનાએ ચોક્કસપણે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button