મહારાષ્ટ્ર
બીડમાં હાથમાં ફટાકડો ફૂટતાં છ વર્ષના બાળકે ડાબી આંખ ગુમાવી…

બીડ: બીડમાં દિવાળીની ઉજવણી દરમિયાન હાથમાં ફટાકડો ફૂટતાં છ વર્ષના બાળકે પોતાની ડાબી આંખ ગુમાવવી પડી હતી, એમ તેની સારવાર કરનારા ડોક્ટરે જણાવ્યું હતું.
નાગોબા ગલી ખાતે રહેનારો બાળક સોમવારે સાંજના ઘર નજીક ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
બાળકે ફટાકડો સળગાવ્યો હતો, પણ તે બુઝાઇ ગયો હતો. આથી બાળક બીજી વાર એ ફટાકડાને સળગાવવા જતાં તે ફાટ્યો હતો.
ફટાકડો ફૂટતાં બાળકની ડાબી આંખમાં ઇજા થઇ હતી. બાળકને તાત્કાલિક સારવાર માટે બીડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામં આવ્યો હતો.
ફટાકડાને કારણે બાળકના કોર્નિયાને સંપૂર્ણપણે નુકસાન થયું હતું અને તેને કારણે બાળકે ડાબી આંખ ગુમાવી હતી, એમ ખાનગી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું. (પીટીઆઇ)