આમચી મુંબઈમહારાષ્ટ્ર

ખરાબ રસ્તા બનાવનાર કૉન્ટ્રેક્ટર પાસે જ નવેસરથી રોડ બનાવશે ને બમણો દંડ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રસ્તાની હલકી ગુણવત્તાનું કામ કરનારા કૉન્ટ્રેક્ટરો સામે ફરી એક વખત મુંબઈ મહાનગરપાલિકાએ બ્લેકલિસ્ટ કરવાથી લઈને અન્ય આકરાં પગલાં લેવાની ચીમકી આપી છે, જે અંતર્ગત આરે કોલોનીમાં સિમેન્ટ-કૉંક્રીટના હલકી ગુણવત્તાનું રસ્તાનું કામ કરનારા કૉન્ટ્રેક્ટરની સાથે જ ગુણવત્તા પર નજર રાખનારી ક્વોલિટી મોનિટરિંગ એજન્સી સામે મુંબઈ મહાનગરપાલિકાએ પગલાં લીધાં છે. કૉન્ટ્રેક્ટરને દંડ ફટકારવાની સાથે જ તેને સ્વખર્ચે કૉંક્રીટ રસ્તાના અસરગ્રસ્ત ભાગને નવેસરથી બનાવવાનો આદેશ પાલિકા પ્રશાસને આપ્યો છે. સાથે જ ફરી હલકીગુણવત્તાનો કામ કરતો કૉન્ટ્રેક્ટર પકડાયો તો તેને બ્લેક લિસ્ટ કરી નાખવાની ચોખ્ખા શબ્દોમાં ચેતવણી પણ આપવામાં આવી છે.

મુંબઈના તમામ રસ્તાનું તબક્કાવાર સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે, તેને કારણે રસ્તા ખાડામુક્ત થશે અને વાહનવ્યવહાર વ્યસ્થિત થવાની સાથે જ ઈંધણની પણ બચત થવાની છે. હાલ મુંબઈમાં અનેક જગ્યાએ રસ્તાના કામ ચાલી રહ્યા છે ત્યારે ગોરેગામમાં આરે કોલોનીમાં મુખ્ય રસ્તાનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે માટે કૉન્ટ્રેક્ટર સહિત ગુણવત્તા પર નજર રાખવા માટે ક્વોલિટી મોનિટરિંગ એજન્સી નીમવામાં આવી છે.

તાજેતરમાં એડિશનલ કમિશનર અભિજિત બાંગરે આરે કોલોનીમાં મેઈન રસ્તો (દિનકરરાવ દેસાઈ રોડ) અંતર્ગત વેસ્ટર્ન એક્સપ્રેસથી મોરારજી નગર સુધી કામનું ઈન્સ્પેકશન કર્યું હતું. એ દરમિયાન કૉંક્રીટના કામમાં અનેક જગ્યાએ તિરાડ પડેલી જણાઈ આવી હતી. તો અમુક જગ્યાએ રસ્તાનો ઉપરનો ભાગ ખરાબ થઈ ગયેલો જણાયો હતો. તેથી નોંધ લઈને ગુણવત્તા જાળવી રાખવામાં નિષ્ફળ ગયેલા કૉન્ટ્રેક્ટર સહિત ક્વોલિટી મોનિટરિંગ એજન્સી અને સંબંધિત એન્જિનિયર સામે પાલિકાએ કાર્યવાહી કરી છે.

પ્રશાસને કૉન્ટ્રેક્ટરને રસ્તા પર જયાં તિરાડ પડી છે, પૃષ્ઠભાગ ખરાબ થયો છે, તેટલા પેચનું કામ ફરી પોતાના ખર્ચે કરવાનો આદેશ આપ્યો છે. એ સાથે જ કૉન્ટ્રેક્ટરને દંડ ફટકારવામાં આવ્યો છે, જે તેના બિલમાંથી કાપી લેવામાં આવશે. ભવિષ્યમાં રસ્તાના કામમાં આ પ્રકારની ત્રુટી ફરી જણાશે તો બમણો દંડ વસૂલવામાં આવશે. ત્રીજી વખત ત્રુટી જણાઈ તો ભવિષ્યમાં પાલિકાના અન્ય તમામ પ્રોજેક્ટ માટે તેે કૉન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ કરવાની ચેતવણી પણ પાલિકાએ આપી છે. એ સાથે ક્વોલિટી મોનિટરિંગ એજન્સીને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?